શિયાળામાં માથાનો દુખાવો કેમ થાય છે?

04 જાન્યુઆરી, 2025

શિયાળામાં ઘણા લોકોને માથાનો દુખાવો થવાની સમસ્યા રહે છે. આને અવગણવું જોઈએ નહીં.

શિયાળામાં માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે.

ઠંડીને કારણે લોહીની નસો સંકોચાય છે. જેના કારણે માથામાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી અને માથાનો દુખાવો થઈ શકે છે.

શિયાળામાં ઓછું પાણી પીવાથી ડીહાઈડ્રેશન થાય છે એટલે કે શરીરમાં પાણીની ઉણપ થાય છે. તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે.

શિયાળામાં લોકો ચા અને કોફીનું વધુ સેવન કરે છે. તેમાં કેફીન હોય છે, જે લોહીના પ્રવાહને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે.

શિયાળામાં ઓછા સૂર્યપ્રકાશને કારણે શરીરમાં વિટામિન Dની ઉણપ થાય છે. તેનાથી થાક અને માથાનો દુખાવો થઈ શકે છે.

શિયાળામાં માથાના દુખાવાથી બચવા માટે ગરમ કપડાં પહેરો અને માથું ઢાંકીને રાખો. આ સિવાય પૂરતું પાણી પીઓ, આહારનું ધ્યાન રાખો અને હળવી કસરત કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.