PPP Model in Budget 2025 : બજેટમાં Public-Private Partnership મોડેલ સંબંધિત મુખ્ય જાહેરાતો શું છે ? જાણી લો
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે દરેક મંત્રાલય સંપત્તિ મુદ્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) પ્રોજેક્ટ્સની 3-વર્ષીય પાઇપલાઇન વિકસાવશે.

નિર્મલા સિતારમણ દ્વારા બજેટ 2025 માં Public-Private Partnership મોડેલ સંબંધિત મુખ્ય જાહેરાતો કરી છે. દરેક માળખાગત સુવિધાઓ મંત્રાલય આગામી 3 વર્ષ માટે PPP મોડ હેઠળ અમલમાં મુકવા માટેના પ્રોજેક્ટ્સની યોજના બનાવશે. રાજ્યોને PPP મોડમાં માળખાગત પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. IIPDF (ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ) યોજના હેઠળ, રાજ્યોને PPP પ્રોજેક્ટ્સ તૈયાર કરવા માટે નાણાકીય સહાય મળશે.

બજેટમાં જાહેરાત અનુસાર રાજ્યોને ₹1.5 લાખ કરોડની 50 વર્ષ માટેની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, જેનો ઉપયોગ મૂડી ખર્ચ અને સુધારા માટે થઈ શકે છે. આ પગલાથી રાજ્યોને વધુ સ્વતંત્રતા અને સુગમતા મળશે, જેનાથી તેઓ તેમના માળખાગત સુવિધાઓનો ઝડપથી વિકાસ કરી શકશે.

અગાઉ જાહેર કરાયેલ એસેટ મુદ્રીકરણ યોજનાની સફળતા પછી, 2025-30 માટે બીજી યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ, નવા માળખાગત પ્રોજેક્ટ્સમાં ₹10 લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. આ યોજનાને ટેકો આપવા માટે નિયમનકારી અને નાણાકીય પગલાં વધુ સક્ષમ બનાવવામાં આવશે.

દરેક મંત્રાલય પોતાની 3 વર્ષની PPP પ્રોજેક્ટ પાઇપલાઇન તૈયાર કરશે. રાજ્યોને PPP મોડેલ અપનાવવા માટે IIPDF યોજનામાંથી સહાય મળશે. રાજ્યોને ₹1.5 લાખ કરોડની વ્યાજમુક્ત લોન મળશે. 2025-30 માટે 10 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ મુદ્રીકરણ યોજના શરૂ કરવામાં આવશે

બજેટ 2025 માં PPP મોડેલને વધુ મજબૂત બનાવવા માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે, જે રાજ્યોને માળખાગત સુવિધાઓ સુધારવામાં અને ભારતમાં ખાનગી રોકાણકારોની ભાગીદારીને વધારવામાં મદદ કરશે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































