સવારે ઉઠ્યા પછી તરત જ ઊંઘી જવાની આદત સમસ્યા બની શકે છે. તેની પાછળ નિંદ્રા અને આળસ બંને કારણો છે. આ અસરકારક ટિપ્સ અપનાવીને તમે આ ખરાબ આદતથી છુટકારો મેળવી શકો છો.
મોબાઈલનો ઉપયોગ ન કરોઃ ઘણીવાર લોકો મોડી રાત સુધી ફોનમાં જ વ્યસ્ત રહે છે. આ આદત તમારી ઊંઘની દિનચર્યામાં ખલેલ પહોંચાડી શકે છે. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા પણ થઈ શકે છે.
એલાર્મ ઘડિયાળને દૂર રાખોઃ જો તમે વહેલા ઉઠવા માટે એલાર્મ ઘડિયાળ કે મોબાઈલનો ઉપયોગ કરો છો તો બેડથી દૂર રહો. ઘણીવાર લોકો એટલી ઊડી નિંદ્રામાં હોય છે કે ક્યારે તેઓ એલાર્મને બંધ કરી નાખે છે કે તેઓ પોતે જાણતા નથી.
બેડરૂમ છોડોઃ જો તમારે સવારે ઉઠવાનું હોય, પરંતુ ઊંઘને કારણે ફરીથી સૂઈ જાઓ છો, તો તમારે ઊંઘમાંથી જાગતાની સાથે જ બેડરૂમમાંથી બહાર નીકળી જવું જોઈએ. જો તમે બહાર જશો, તો તમારી આંખો પ્રકાશમાં ખુલી શકશે અને તમને આળસ પણ નહીં આવે.
સવારે ચા-કોફી પીવોઃ કેટલાક લોકોને બેડ ટીની આદત હોય છે અને આ પદ્ધતિ આંખોમાંથી ઉંઘ દૂર કરવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. બેડ ટી અથવા અન્ય કોઈપણ પીણું પીવાથી તમારી આંખો ખુલી જશે અને તમે તમારા નિયમિત કાર્યો કરી શકશો.