23 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પોરબંદરના બરડા ડુંગરમાં મળ્યું માનવ હાડપિંજર
આજે 23 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

મહારાષ્ટ્રનાં જલગાંવમાં ટ્રેન દુર્ઘટનામાં 12નાં મોત. આગની અફવા બાદ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને સામેના ટ્રેક પરની ટ્રેને લીધા અડફેટે. જંત્રી મુદ્દે સરકારને મળ્યા 11 હજારથી વધુ વાંધા સૂચનો. જંત્રીના અમલ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું, આગામી દિવસોમાં અંગે લેવાશે અંતિમ નિર્ણય. બેટદ્વારકા ડિમોલિશનનો મામલે હાઇકોર્ટમાં અરજી મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ. ચૂકાદો ન આવે ત્યાં સુધી સ્ટેટ્સ ક્વો જાળવી રાખવા કોર્ટનો હુકમ. પોરબંદર જલારામ ક્રેડિટ કોઓપરેટીવનો કૌભાંડી ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયો. કોર્ટે મોકલ્યો 5 દિવસના રિમાન્ડ પર. ક્રેડીટ સોસાયટીમાં રૂપિયા 70 લાખની ઉચાપતનો આરોપ. ધાનેરામાં લકી ડ્રો મામલે પોલીસની નોટિસ બાદ હાજર થયો આયોજક અશોક માળી. લકી ડ્રોની મંજૂરી, બેંક બેલેન્સ અંગે પોલીસે કરી પુછપરછ. સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો. એક તોલા સોનાની કિંમત પહોંચી 82 હજારને પાર.. જૂન સુધીમાં સોનું 85 હજારને પાર જાય તેવી શક્યતા.
LIVE NEWS & UPDATES
-
કરજણથી ભરૂચના પાલેજ સુધીના માર્ગ પરની 9 હોટલના લાયસન્સ રદ કરતી GSRTC
GSRTC દ્વારા એક અતિ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. નેશનલ હાઇવે નંબર 48 ઉપર, એસટી બસ ઉભી રાખવા માટેના જે હોટલોને પરવાના આપવામાં આવ્યા હતા તે હોટલોના પરવાના રદ કરવામાં આવ્યા છે. એસટી બસના મુસાફરો એવા ગ્રાહકો પાસથી ફરિયાદોને ધ્યાનમાં લઈ વધુ પડતા ભાવ લેતા હોવાથી તેઓના પરવાના GSRTC તંત્ર દ્રારા રદ કરાયા છે. આ ઉપરાંત આ હોટલ ઉપર GSRTC દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ હોટલ ઉપર ગંદકી તેમજ વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદો મળતા તેઓના પરવાના કાયમી ધોરણે રદ કરાયા છે.
કરજણથી ભરૂચના પાલેજ સુધીમાં આવતી જે હોટલોના પરવાના રદ કરાયા છે તેમાં,
- હોટલ રોનક , NH 48 હલદરવા,
- હોટલ પ્રાઈમ , NH 48 વલણ
- સ્વાજી ધર્મશાળા , NH 48 સાંસરોદ
- વિશાલા હોટેલ , NH 48 દેઠાણ
- સતિમાતા, NH 48 સાંસરોદ
- તુલસી હોટલ, NH 48 સાંસરોદ
- ગેલેક્ષી હોટલ, NH 48 હલદરવા
- સહયોગ હોટલ, NH 48 સાંસરોદ
- ડાયમંડ હોટલ , NH 48 સાંસરોદ ખાતેનો સમાવેશ થાય છે.
-
સુરતમાં વરાછા પોલીસે યોજ્યો લોનમેળો, 100 લાભાર્થીઓ ઉપસ્થિત
સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળો યોજાયો હતો. વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા લોકો માટે સુરત પોલીસે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. આ લોન મેળામાં આશરે 100 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જરૂરીયાતમંદ લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે પોલીસે આ લોનમેળાનું આયોજન કર્યુ હતું. વ્યાજમાં ફસાયેલા લોકો માટે પોલીસે ઉભી કરી સુવિધા
-
-
પોરબંદરના બરડા ડુંગરમાં મળ્યું માનવ હાડપિંજર
પોરબંદરના બરડા ડુંગરમાં માનવ કંકાલ મળી આવ્યુ છે. રાણાવાવના કીલેશ્વર પાસે હાડપિંજર મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માનવ હાડપિંજર મળ્યું હોવાની વિગતો સામે આવતા જ દ્વારકા SOG, LCB અને વન વિભાગ સ્થળ પર પહોચ્યું હતું. માનવ કંકાલને FSLમાં મોકલવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે લોકોની અવરજવર પર રોક લગાવી દીધી છે.
-
વડોદરાની ખાનગી યુનિવર્સીટીના વિદ્યાર્થી લઈ જતા વાહનને અકસ્માત, 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વડોદરાની ખાનગી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને લઈ જતા વાહનને અકસ્માત નડ્યો છે. જેમાં 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આમોદર દુરદર્શન ટાવર પાસે ટ્રકની ટક્કરે છકડો પલટ્યો હતો. ટ્રકે બાજુમાંથી પસાર થતા છકડાને ટક્કર મારી હતી. વિદ્યાર્થીઓ ભરેલા છકડાને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. છકડામા બેઠેલા 11 મુસાફરો પૈકી 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની નહીં.
-
દ્વારકાના પ્રતિબંધિત ટાપુ પરથી 8 ઘૂસણખોર ઝડપાયા
દ્વારકાના સમુદ્ર ટાપુ પરથી 8 ઘૂસણખોર ઝડપાયા છે. ખારામીઠા ટાપુમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા આ આઠેય લોકો. ઓખા પોલીસે પ્રતિબંધિત ટાપુ પરથી ઘૂસણખોર લોકોને ઝડપાયા છે. લોકો પાસે રહેલી ફિશીંગ બોટ પણ પોલીસે જપ્ત કરી છે. ઝડપાયેલા તમામ લોકો સલાયા બંદરના રહેવાસી છે. પોલીસે તમામ લોકોને ઓખાની કાર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે આ આઠ ઘૂસણખોર લોકોના જામીન નામંજુર કર્યા છે. આખરે ઘુસણખોરોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તાજેતરમાં આ ટાપુ પર ડિમોલીશન હાથ ધરાયું હતું. ભૂતકાળમાં નિર્જન ટાપુમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
-
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં ધમધમાટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈ ભાજપમાં ધમધમાટ શરૂ થયો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર નિરીક્ષકોની કવાયત હાથ ધરાઈ છે. આગામી 2 દિવસોમાં નિરીક્ષકો અલગ અલગ જિલ્લામાં જશે. જે તે જિલ્લાની નગરપાલિકાના ઉમેદવારો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે. આગામી સપ્તાહે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. બેઠકમાં ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવશે.
-
26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી ખાતે યોજાશે
રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરોના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.
-
રાજકોટની સીનર્જી હોસ્પિટલના તબીબે કર્યો આપઘાત
રાજકોટની સીનર્જી હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો છે. ડૉ. જય પટેલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં દવાનો ઓવરડોઝ લઈને ડૉ. જય પટેલે જીવન ટૂંકાવ્યું છે. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા, ડોકટરની આત્મહત્યા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ગુજરાત યુનિવર્સિટીના આધ્યાપક દ્વારા ઉચાપતના કિસ્સામાં 10 લોકોના નિવેદન લેવાયા
ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા નાણાકીય ઉચાપતનો મામલે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી 10 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ 19 લોકોને નોટિસ આપીને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા, રજીસ્ટ્રાર પીએમ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકર, એનિમેશન વિભાગના કો. કોર્ડીનેટેર હાર્દિક જોશી સહિત કુલ પાંચ નોલેજ પાર્ટનર એજન્સીના નિવેદન લેવાયાં છે. તપાસ માટે ખાસ સીએની પણ નિમણૂક કરવામાં આવી છે.
-
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને, અમદાવાદમાં મેટ્રો ટ્રેન મોડી રાત્રે પણ દોડશે. 25 અને 26 જાન્યુઆરીના રોજ મધરાત્રે 12:30 કલાક સુધી મેટ્રો બન્ને રૂટ ઉપર દોડશે. દર આઠ મિનિટના સમયાંતરે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ કરાવાશે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામ સુધીના રૂટ ઉપર મેટ્રો રાત્રે 12.30 સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.
-
ભળતા નામથી હિન્દુ હોવાનુ દેખાવ કરતા હોટલ માલિકોને ત્યાં ST બસ ઊભી રાખવાના પરવાના રદ કરાયા
ગુજરાતમાં ભળતા સળતા નામથી હિન્દુ હોવાનો દેખાવ કરતા હોટલ માલિકોની હોટલ-રેસ્ટોરન્ટના પરવાના રદ કરાયા છે. છેલ્લા એક વર્ષ મા 27 હોટલોના પરવાના રદ કરી દેવાયા છે. ખોટા નામથી ચાલી રહેલી હોટલો અથવા તો હિન્દુ નામથી તથા કેટલાક કિસ્સામા માલિકના નામ હિન્દુ હોવાનો ઉપયોગ કરીને લેવાયેલા પરવાના રદ કરાયા છે. GSRTC બસોને આ હોટલ પર હોલ્ડ કરવાના પરવાના રદ કરાયા છે. વડોદરા શહેર અને જિલ્લાની 6 હોટલ, રાજકોટ 2, પાલનપુર 3, ગોધરા 2, નડિયાદ 2, અમદાવાદ 1, ભરૂચ 4, સહિત 27 હોટલોના પરવાના રદ કરાયા છે.
-
જૂનાગઢ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનું મોત
જૂનાગઢ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનું મોત થયુ છે. હાર્ટ એટેકને કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસની ભરતી માટે શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો હતો વિદ્યાર્થી. શારીરિક કસોટી બાદ પોતાના મિત્રના ઘરે ગયા બાદ અચાનક મોત થયુ. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
-
બનાસકાંઠા: થરાદના આંત્રોલ ગામની સીમમાંથી મળ્યો નવજાતનો મૃતદેહ
બનાસકાંઠા: થરાદના આંત્રોલ ગામની સીમમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો છે. રાણકપુર બ્રાન્ચ કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમે કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢ્યો. મૃત નવજાત શિશુ કેનાલમાંથી મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોએ માગ કરી છે.
-
કચ્છ: નલિયા સામૂહિક દુષ્કર્મકાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
કચ્છ: નલિયા સામૂહિક દુષ્કર્મકાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. વર્ષ 2017માં બનેલા ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો. ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં કોર્ટે ચુકાદો આવ્યો. કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ગુજરાત સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી.
-
સુરતઃ ટુ વ્હીલર પર આવતા મહિલા થઈ બેભાન
સુરતઃ ટુ વ્હીલર પર આવતા મહિલા બેભાન થઈ હતી. મહિલા અચાનક બેભાન થતાં પોલીસ મદદે પહોંચી. પોલીસે મહિલાને PCRમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી. જીવનજ્યોત ત્રણ રસ્તા પર ઘટના બની. ઉધના પોલીસે સરાહનીય કામગીરી કરી.
-
અમરેલીઃ વાહનની અડફેટે દીપડાનું મોત
અમરેલીઃ વાહનની અડફેટે દીપડાનું મોત થયુ છે. સાકુડલા મહુવા રોડ બાયપાસ નજીક દીપડાનું મોત થયું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. દીપડાને ટક્કર મારનારા અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી.
-
મહારાષ્ટ્ર: જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં મૃતાંક 13 પર પહોંચ્યો
મહારાષ્ટ્ર: જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં મૃતાંક 13 પર પહોંચ્યો છે. 9 મુસાફરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા બાદ મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા હતા. મુસાફરો નીચે કૂદ્યા બાદ સામેથી આવતી ટ્રેનની અડફેટે આવ્યા. કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવતા અનેકના ઘટના સ્થળે જ મોત થયુ.રેલવે વિભાગ તરફથી મૃતકોના પરિવારજનોને ₹1.50 લાખની સહાય આપવામાં આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ₹50 હજારની સહાય અપાઇ.
-
રાજકોટ: સોખડા ગામે મહિલા પર એસિડ એટેક
રાજકોટ: સોખડા ગામે મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ મહિલા પર એટેક કર્યો. એસિડ એટેકમાં મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ છે. પ્રકાશ સરવૈયા નામના યુવકે એસિડ એટેક કર્યો હતો. કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
-
અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટના પગલે હોટેલ ભાડા વધ્યા
અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે. ત્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનાં ભાડા આભને આંબી રહ્યા છે. બીજી તરફ લગ્ન સિઝનને કારણે પણ હોટલો બુક છે ત્યારે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર છે. શહેરમાં સતત આવા આયોજનોને કારણે હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત શાહ કરશે. રૂ.651 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. GMDCમાં હિન્દુત્વ મેળાનો અમિત શાહ પ્રારંભ કરાવશે. સુરત કેન્સર હોસ્પિટલનું અમિત શાહ લોકાર્પણ કરશે. ઝુંડાલ, થલતેજના વિકાસકાર્યોની શહેરીજનોને ભેટ આપશે.
-
ફ્લાવર શોમાં વધુ બે દિવસ વધારવામાં આવ્યા
ફ્લાવર શોમાં વધુ બે દિવસ વધારવામાં આવ્યા છે. કોલ્ડપ્લેના કોન્સર્ટના કારણે વધુ બે દિવસ વધારવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રી વેડિંગ અને મૂવી માટે મુલાકાતીઓ માટે સમયમાં પણ ફેરફાર કરાયો હતો. પરંતુ એક પણ બુકિંગ ન મળતા ફ્લાવર શો રાબેતા મુજબ સવારે 9 થી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Published On - Jan 23,2025 7:30 AM