Jamnagar : દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન, 17 કરોડથી વધારે કિંમતની જમીન ખુલ્લી કરાશે, જુઓ Video

Jamnagar : દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન, 17 કરોડથી વધારે કિંમતની જમીન ખુલ્લી કરાશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2025 | 2:48 PM

ગુજરાતમાં ફરી એક વાર ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરમાં મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બચુનગર નદીના પટ વિસ્તારમાંથી દબાણો તોડી પડાયા. મનપાએ 12 દબાણ હટાવી કૂલ કિંમત 17.62 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવશે. 54 હજાર ફૂટ પરના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કુલ 98 હજાર 845 ફૂટ જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરાશે. 4 JCBની મદદથી ગેરકાયદે દબાણો દૂર કરાયા.મનપાની ટીમ અને પોલીસના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી થશે.

જામનગરમાં મેગા ડિમોલિશન

રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સામે જાણે તંત્રએ લાલ આંખ કરી હોય તેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા બાદ હવે જામનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે બચુનગર નદીના પટ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો તોડી પડાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી..

g clip-path="url(#clip0_868_265)">