AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકિરણ એરોબેટિક ટીમે 132 વિમાનો સાથે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો એર શો, ત્રિરંગાની થીમ પર રજૂ કર્યા આકર્ષક ડિસ્પ્લે- Video

વડોદરાના દરજીપુરા ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે હોક MK 132 વિમાનો સાથે અદ્ભુત એર શો રજૂ કર્યો. 14 વર્ષ બાદ પ્રથમવાર ત્રિરંગા થીમ પર ટ્રાય કલર ડિસ્પ્લે જોવા મળ્યો. 9 હોક વિમાનોએ આકાશી કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ ઍર શો જોવા ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2025 | 6:44 PM
Share

વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હોક MK 132 વિમાનો સાથે એર શો યોજાયો હતો. ઇન્ડિયન એરફોર્સનાં 9 હોક વિમાનો દ્વારા હવામાં અદભુત કરતબ બતાવવામાં આવ્યાં. એરફોર્સના જવાનોએ અદભુત આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા. લોકોએ પણ બૂમો પાડી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કર્યા. તિરંગા કલર થીમ પર એરફોર્ટના MK 132 વિમાનોએ એન્ટ્રી કરી હતી.

ભારતીય વાયુસેનાના એર શૉ પૂર્વે લોકોની ભારે ભીડ શહેરના નેશનલ હાઇવે 48 સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ઊમટી પડી હતી. એર શો શરૂ થાય તે પહેલાં જ શહેરના આજવાથી ગોલ્ડન ચોકડી તરફ ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. બીજી તરફ એર શો નિહાળવા માટે ગ્રાઉન્ડમાં જગ્યા ન રહેતા લોકો હાઈ-વેની પાસે પણ ઊભા રહી ગયા હતા, જેને લઇ ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ એર શો આસપાસના 20 કિમીના વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેને લઈને લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર શોને નિહાળ્યો હતો અને વીડિયો-તસવીરો લીધી હતી.

Input Credit- Anjali Ojha- Vadodara

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">