હનિસિંહના ફેને બાદશાહને આપ્યો જબરદસ્ત જવાબ, વાંચો શું કહ્યું
બાદશાહ અને હની સિંહ વચ્ચે 15 વર્ષથી ઝઘડો ચાલે છે. રેપર હની સિંહ અને બાદશાહ વચ્ચેનો શીત યુદ્ધ નવુ નથી. 2009ની આસપાસથી બંને વચ્ચે અણબનાવના સમાચાર હેડલાઈન્સ બની રહ્યા છે

રેપર બાદશાહ અને રેપર યો યો હની સિંહ વચ્ચેનું કોલ્ડ વોર સમાપ્ત થતુ જ નથી. બંને ઘણીવાર એકબીજા વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. તાજેતરમાં જ બાદશાહે હની સિંહના પુનરાગમન ન કરવા અંગે ટિપ્પણી કરી હતી. હવે આ બાબતને લઇને હની સિંહના એક ફૈને બાદશાહ પર રેપ સોન્ગ દ્વારા તિક્ષણ પ્રહાર કર્યા છે.
જુઓ વીડિયો
બાદશાહ અને હની સિંહ વચ્ચે 15 વર્ષથી શીત યુદ્ધ ચાલે છે. રેપર હની સિંહ અને બાદશાહ વચ્ચેનો ઝઘડો નવો નથી. 2009ની આસપાસથી બંને વચ્ચે અણબનાવના સમાચાર હજુ પણ હેડલાઈન્સ બની રહ્યા છે. જો કે, બાદશાહે પહેલેથી જ કહ્યું છે કે તે હની સિંહ સાથે કામ કરવા માગે છે, જોકે રેપરે તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. યુટ્યુબ પર હની સિંહના ફેને એક રેપ સોન્ગ બનાવીને બાદશાહને જવાબ આપ્યો છે.
હની સિંહના ઇન્સ્ટાગ્રામ પર 16 મિલિયનથી વધુ ચાહકો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ગાયકના ચાહકોની સંખ્યા કેટલી છે. હની સિંહના ગીતો જ નહીં પરંતુ તેની લાઈફ પણ ઘણી વિવાદાસ્પદ રહી છે. તેના ગીતોને લઈને વિવાદો છે, પરંતુ હની સિંહ ક્યારેક છૂટાછેડાને લઈને વિવાદોથી ઘેરાયેલો રહે છે તો ક્યારેક ડિપ્રેશનમાં પણ રહે છે. આ સિવાય તેની અને બાદશાહ વચ્ચે વર્ષોથી ચાલતો ઝઘડો પણ ફેન્સ તેને ભૂલવા દેતો નથી.
હની સિંહની ડોક્યુમેન્ટરી ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે
હવે જ્યારે રેપરના જીવનમાં આટલો બધો મસાલો છે, તો તેને ચોક્કસપણે સ્ક્રીન પર લાવવામાં આવશે. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં તમે હની સિંહની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા મળશે, જેનું નામ છે – ‘યો યો હની સિંહઃ ફેમસ’. આ ડોક્યુમેન્ટરી ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર કરવામાં આવી હતી. જો તમે પણ હની સિંહના જીવન સાથે જોડાયેલી કેટલીક અનફિલ્ટર થયેલી અને ન સાંભળેલી વાર્તાઓ સાંભળવા માંગો છો, તો નેટફ્લિક્સ ટૂંક સમયમાં તમે જોઇ શકશો
