12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર, મકરસંક્રાંતિએ વાયુદેવ રહેશે મહેરબાન, 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ શકે પવન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2025 | 9:30 PM

આજ 12 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર, મકરસંક્રાંતિએ વાયુદેવ રહેશે મહેરબાન, 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ શકે પવન

આજે 12 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Jan 2025 09:28 PM (IST)

    જામનગર: વ્યાજ અને ખંડણી બાબતે પોલીસ ફરિયાદ

    • જામનગર: વ્યાજ અને ખંડણી બાબતે પોલીસ ફરિયાદ
    • કુખ્યાત યથપાલ અને જસપાલ જાડેજા બંધુ સહિત 3 સામે ફરિયાદ
    • વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યાની રાવ
    • 3.5 કરોડ વસૂલવા ખેડૂતની 6 વીઘા જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ
    • 3 વર્ષ પહેલા પણ જાડેજા બંધુ સામે નોંધાઇ હતી ફરિયાદ
    • કુખ્યાત જયેશ પટેલના સાગરીતો છે જાડેજા બંધુ
  • 12 Jan 2025 09:27 PM (IST)

    સુરત: જિલ્લામાં તસ્કરોનો તરખાટ

    • સુરત: જિલ્લામાં તસ્કરોનો તરખાટ
    • જિલ્લામાં તલવાર ગેંગ થઈ સક્રિય
    • કામરેજના શામપુરા ગામે તલવારો સાથે દેખાયા તસ્કરો
    • તલવાર સાથે ગામમાં ફરતી ચોર ટોળકી CCTVમાં કેદ
    • ચોરી માટે તલવાર સાથે આવતા તસ્કરોથી ગ્રામજનોમાં ફફડાટ
  • 12 Jan 2025 09:27 PM (IST)

    સુરતઃ પુણામાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

    • સુરતઃ પુણામાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
    • 9.85 લાખનો વિદેશી દારૂ કરાયો જપ્ત
    • દારૂ પીતા 14 વ્યક્તિઓને પોલીસે કરી ધરપકડ
    • SMCએ 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
    • બુટલેગર મુકેશ મારવાડી અને ગણેશ પાટીલ વોન્ટેડ
    • પુણા પોલીસના નાક નીચે ધમધમતો દારૂનો વેપલો
    • દારૂનો અડ્ડા પર તમામ પ્રકારની સુવિધા
    • રૂપિયા ચૂક્વવા પોલીસની કાર્યવાહી સવાલોના ઘેરામાં
  • 12 Jan 2025 09:27 PM (IST)

    કચ્છ: અંજારમાં ઘરમાંથી દાગીના લૂંટનાર આરોપી પકડાયો

    • કચ્છ: અંજારમાં ઘરમાંથી દાગીના લૂંટનાર આરોપી પકડાયો
    • ફરિયાદી મહિલાનો પારીવારીક સબંધ ધરાવતો યુવાન નીકળ્યો આરોપી
    • મહિલાનો વેશ ધારણ કરી યુવાને ચલાવી હતી લૂંટ
    • ઘરની રેકી કર્યા બાદ લૂંટને આપ્યો હતો અંજામ
    • પોલીસે CCTVનાં 900 GB ડેટા તપાસીને આરોપીને પકડ્યો
    • આરોપીએ દાગીના બેન્કમાં મૂકી ગોલ્ડલોન લીધી હતી
  • 12 Jan 2025 09:26 PM (IST)

    અમદાવાદ: ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે મોટો ખુલાસો

    • અમદાવાદ: ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે ખુલાસો
    • ફ્લાવર શોની નકલી ટિકિટ છાપવામાં આવી ન હોવાનો ખુલાસો
    • ક્રિષ્ના બાઈન્ડિંગને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
    • જેમાંથી તેના કર્મચારીએ 70 ટિકિટની ચોરી કરી હતી
    • 70માંથી 53 જેટલી ટિકિટો ઉપયોગમાં લેવાઈ હતી.
    • આરોપીએ ચોરેલી ટિકિટ કોને કોને આપી તેની તપાસ શરૂ કરાઈ
    • કોર્પોરેશન પાંચ લાખ ટિકિટની ગણતરી કરશે
    • સમગ્ર મામલે આશિષ ભાવસાર નામના આરોપીની ધરપકડ
  • 12 Jan 2025 09:26 PM (IST)

    ગીર સોમનાથઃ વેરાવળમાં લાંચીયો ASI ઝડ્પાયો

    • ગીર સોમનાથઃ વેરાવળમાં લાંચીયો ASI ઝડ્પાયો
    • ASI રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયો
    • ASI ભરત મક્વાણા ટાવર ચોકી વેરાવળમાં બજાવતા ફરજ
    • ACBએ લાંચ લેતા ASIને રંગે હાથ ઝડપ્યો
    • અરજીના ઝડપી નિકાલ માટે લીધી લાંચ
    • જુનાગઢ ACBની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી
  • 12 Jan 2025 09:25 PM (IST)

    અરવલ્લી: શામળાજી નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ

    • અરવલ્લી: શામળાજી નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ
    • અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
    • બળતણના લાકડાની આડમાં કરાતી હતી દારૂની હેરાફેરી
    • 12.70 લાખની 8 હજાર 340 દારૂની બોટલ કબજે કરાઈ
    • બે આરોપી પાસેથી 22.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • 12 Jan 2025 09:25 PM (IST)

    સુરતમાં મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર કરાયો પથ્થરમારો

    સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો.જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુસાફરો દ્વારા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોનો આરોપ છે કે મહાકુંભમાં જતા મુસાફરોને ટાર્ગેટ કરવા માટે પથ્થરમારો કરાયો છે. ટ્રેનના મુસાફરોએ વીડિયો ઉતારી રેલવે તંત્ર પાસે મદદની માગણી કરી.

  • 12 Jan 2025 09:24 PM (IST)

    અરવલ્લીમાં TRB જવાનની દારૂ સગેવગે કરવાના આરોપસર ધરપકડ

    ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે જોવાની જવાબદારી પોલીસ વિભાગની છે. પરંતુ રક્ષક જ ભક્ષક બને તો સ્થિતિ શું થાય. અરવલ્લી ધનસુરામાં TRB અને GRD જવાનોની મોટી કરતૂત સામે આવી છે. ધનસુરાના કોલવડા ગામની સીમમાં કારમાંથી ઝડપાયેલા દારૂને બે TRB જવાન અને હોમગાર્ડ જવાને મળીને. 1 લાખ 96 હજારની કિંમતનો દારૂ જથ્થો સગેવગે કરી નાંખ્યો. દારૂ ગૌચરની જમીનમાં છુપાવીને કારચાલક પાસેથી તોડ પણ કર્યો હતો. પોલીસે હોમગાર્ડ અને બે TRB જવાનની ધરપકડ કરી છે.

  • 12 Jan 2025 09:21 PM (IST)

    અમરેલીઃ જાફરાબાદમાં દિપડાના હુમલાથી બાળકીનુ મોત

    • અમરેલીઃ જાફરાબાદમાં દિપડાના હુમલાથી બાળકીનુ મોત
    • ચિત્રાસર ગામની સીમમાં 7 વર્ષની બાળકી પર હુમલો
    • માતા પિતા કપાસ વીણતા સમયે જ બની ઘટના
    • ચત્રુપા જોધુભાઇ બાંભણીયાને ગળાના ભાગે દીપડાએ ગંભીર ઈજા પહોંચાડી
    • બાળકીને જાફરાબાદ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરી
    • ધારાસભ્ય હીરા સોલંકીએ વનવિભાગને કડક સૂચના આપી
    • અવાર નવાર દીપડાના હુમલાથી લોકોમાં ભયઃ હીરા સોલંકી
  • 12 Jan 2025 09:21 PM (IST)

    દ્વારકામાં દબાણ દૂર કરવા મુદ્દે વિવાદિત પોસ્ટ

    • દ્વારકામાં દબાણ દૂર કરવા મુદ્દે વિવાદિત પોસ્ટ
    • સોશિયલ મીડિયા X પર વિવાદિત પોસ્ટ સામે આવી
    • “તમે જે આપ્યું તે બેટ દ્વારકા યાદ રાખશે”
    • “તમે જે કર્યું તે અમારા લોકો અને બાળકો ક્યારેય નહીં ભૂલે”
    • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોસ્ટ ટેગ કરવામાં આવી
    • ઓવૈસીને પણ પોસ્ટમાં ટેગ કરાયા
  • 12 Jan 2025 07:53 PM (IST)

    રાજકોટના ભાવિકોએ ત્રિવેણી સંગમમાં જમાવી ભજનની રંગત

    ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આવતીકાલથી શરૂ થતો કુંભનો મેળો ભક્તિ સાથે આસ્થાનું કેન્દ્ર બની રહેશે. અત્યારથી જ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે અને ઐતિહાસિક કુંભના સાક્ષી બની રહ્યા છે. ત્યારે 11 એકરમાં તૈયાર કરેલું શિવાલય ભક્તો માટે આકર્ષણ સાથે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 25 દિવસ પહેલા ઉદ્ધાટન કરાયેલા શિવાલયને તૈયાર કરાતા 25 દિવસ લાગ્યા. જ્યારે અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ભક્તો મુલાકાત લઇ ચૂક્યા છે. 15 કરોડના ખર્ચે તૈયાર થયેલું શિવાલય એક કરતા અનેક વિશેષતા ધરાવે છે.

    આસ્થાના પ્રતિક સમાન કુંભના મેળાના ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતીઓ પહોંચ્યા. રાજકોટના યાત્રાળુઓએ ત્રિવેણી સંગમ પરથી ગુજરાતી ભજન-કિર્તન કરીને આકર્ષણ જમાવ્યું.

  • 12 Jan 2025 06:38 PM (IST)

    પંચમહાલઃ ગુંદી તાલુકો બનાવવાની માગનો વિરોધ યથાવત

    • પંચમહાલઃ ગુંદી તાલુકો બનાવવાની માગનો વિરોધ યથાવત
    • ધારાસભ્ય ફતેસહિં ચૈહાણે ગુંદીને તાલુકા મથક બનાવવા કરી હતી દરખાસ્ત
    • ઘોઘંબામાં ગુંદી તાલુકાની માગ સામે સ્થાનિકોનો વિરોધ
    • દામાવાવ અને રીછવાણી ગામના સ્થાનિકનું સ્વયંભૂ બંધ
    • વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી નોંધાવ્યો વિરોધ
  • 12 Jan 2025 06:36 PM (IST)

    સી.આર. પાટીલે પતંગોત્સવ લઈને આપ્યુ આ મહત્વપૂર્ણ નિવેદન

    પતંગ લોકો સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ છે. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જળ સંચય જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. ઉત્તરાયણના પર્વે સુરતમાં ભાજપ દ્વારા તૈયાર કરાયેલા,‘જળ સંચય જાગૃતિ’નો પતંગ આકાશમાં ઉડશે. પીએમ મોદીની પ્રિન્ટ વાળા ભાજપે આશરે 2 લાખ પતંગ તૈયાર કર્યા છે. આ પતંગને બાળકોમાં વિતરણ કરાશે. પાટીલનો દાવો છે કે ભાજપનો પતંગ મળવાથી બાળકો કપાયેલી પતંગ માટે દોડાદોડી નહીં કરે અને બાળકો અકસ્માતથી બચશે. સાથે જ તેઓએ જણાવ્યું કે ભાજપની પતંગ જ્યાં જશે ત્યાં PM મોદીનો જળ સંચયનો સંદેશ પહોંચશે.

  • 12 Jan 2025 06:35 PM (IST)

    અમદાવાદઃ ચાલુ એક્ટિવાએ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

    • અમદાવાદઃ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
    • ચાલુ એક્ટીવા પર સ્ટંટ કરતા 3 યુવકનો વીડિયો વાયરલ
    • એક્ટિવા પર સવાર 3 સવારી સ્કૂટર પર એક સગીર લટકતો જોવા મળ્યો
    • રીલ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં નાખતા યુવકોનો વીડિયો વાયરલ
    • પોલીસે તપાસ હાથ ધરી
  • 12 Jan 2025 06:33 PM (IST)

    વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ટ્રકની અડફેટે આવ્યો બાળક

    ઉત્તરાયણનો પર્વ એક દિવસની વાર છે. ત્યારે દાહોદ અને ભરૂચમાં પતંગ લૂંટવા જતાં ટ્રકની અડફેટે આવ્યાની ઘટના બની છે. દાહોદના નગરાળા ગામનો બાળક હાઈવે પર પતંગ લૂંટવા જતાં ટ્રકે ટક્કર મારી હતી. જેમાં બાળકના બંને પગ પર ટ્રકના ટાયર ફરી વળયા હતા. બાળકને સારવાર માતે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.  ગતરોજ ભરૂચમાં ઝઘડિયામાં કપાયેલ પતંગ પકડવા જતા એક બાળકનું મોત નિપજ્યું હતું. ખરચીમાં ગામમા બાળક ટ્રકના પૈડાં તળે કચડાતા પરિવાર માટે તહેવારનો ઉત્સાહ મોતનાં માતમમાં ફેરવાયો. ત્યારે બાળકો મામૂલી કિંમતના પતંગ માટે અમૂલ્ય જીવ જોખમમાં ના મૂકે તેની વાલીઓ ખાસ કાળજી રાખે તે ખૂબ જરૂરી છે.

  • 12 Jan 2025 06:32 PM (IST)

    દાહોદઃ પતંગ લૂંટવા જતાં ટ્રકે બાળકને લીધો અડફેટે

    • દાહોદઃ પતંગ લૂંટવા જતાં ટ્રકે બાળકને લીધો અડફેટે
    • વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે
    • ટ્રક નીચે આવતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    • 11 વર્ષનો બાળકના બંને પગ ટ્રકના ટાયર નીચે કચડાયાં
    • બાળકને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયો
  • 12 Jan 2025 05:37 PM (IST)

    નર્મદામાં એક યુવક વીજ ટાવર પર ચડી જતા મચી દોડધામ

    નર્મદામાં ફરી એક વખત યુવક વીજ ટાવર પર ચઢતા મચી ગઇ દોડધામ. જમીન સંપાદનના યોગ્ય વળતરની માગને લઇને યુવકે એવો વિરોધ કર્યો કે સૌના શ્વાસ થઇ ગયા અદ્ધર. નર્મદામાં પડતર માગણી મુદ્દે તંત્રની આંખ ખોલવા ફરી એક વખત યુવકે વિરોધનો અનોખો રસ્તો અપનાવ્યો. કેવડિયાનો ગણપત તડવી નામનો યુવક હાઇ ટેન્શન વીજ લાઇનના ટાવર પર ચઢી જતાં સૌ કોઇ ટેન્શનમાં આવી ગયા. યુવક વીજ લાઇન માટે જમીન સંપાદનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે ટાવર પર ચઢી ગયો. યુવકે યોગ્ય વળતર ઉપરાંત જમીનને બદલે જમીન આપવાની માગ કરી.

    TV9 પર આ અહેવાલ રજૂ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ. TV9ના અહેવાલ બાદ SDM અને PI સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓ દ્વારા અંદાજે બે કલાકની સમજાવટ બાદ અને વળતર આપવાની બાંહેધરી આપ્યા બાદ ગણપત ટાવર પરથી નીચે ઉતર્યો.

  • 12 Jan 2025 05:33 PM (IST)

    ભરૂચઃ ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા

    • ભરૂચઃ ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા
    • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ સામે જાતિય સતામણીની ફરિયાદ
    • કમલેશ રાવલે પૂર્વ વિદ્યાર્થીનીની કરી જાતિય સતામણી
    • અગાઉ 2022માં પણ વિદ્યાર્થીનીને કર્યા હતા શારીરિક અડપલા
    • 2024માં ગેટ ટુ ગેધરમાં વિદ્યાર્થીનીને ફરી કર્યા અડપલા
    • વિદ્યાર્થીનીએ ઘરે જાણ કરાતા પ્રિન્સિપાલની કરતૂતનો ફૂટ્યો ભાંડો
    • પ્રિન્સિપાલે વાંધાજનક મેસેજ કરી આપ્યો માનસિક ત્રાસ
    • ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો
    • પોલીસથી બચવા ફાધર કમલેશ રાવલ ફરાર
  • 12 Jan 2025 02:53 PM (IST)

    ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકારે વિનામૂલ્યે મહાકુંભની યાત્રા કરાવવી જોઈએઃ આમ આદમી પાર્ટી

    મહાકુંભને લઇ AAP નેતા ઇસુદાન ગઢવીની સરકાર પાસે માગ કરી છે. ગુજરાતના લોકોને, રાજ્ય સરકારે મફતમાં મહાકુંભની યાત્રા  કરાવવી જોઈએ. “અસહ્ય ટિકિટ દર અને યાત્રાના લાંબા સમયના કારણે, ગુજરાતના અનેક લોકો નથી કરી શકાતા મહાકુંભની યાત્રા, ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓને કુંભ મેળામાં દર્શન કરાવવા માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. લાંબુ વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેન દોડાવે તેવી પણ માંગણી ઇસુદાન ગઢવીએ કરી છે.

  • 12 Jan 2025 02:50 PM (IST)

    અમદાવાદમાં 10 દિવસમાં 1091 શ્વાનના માલિકે કર્યું રજિસ્ટ્રેશન

    અમદાવાદ: પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેબીસ ફ્રી અમદાવાદ સિટી 2030 એક્શન પ્લાન હેઠળ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાી રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં 1091 પ્રાણીઓના માલિકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 282 માલિકોના 317 શ્વાનનું રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદ શહેરમાં પોમરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રિટ્રેવર બ્રીડના શ્વાન પ્રથમ પસંદગી ધરાવે છે. પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગામી 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.

  • 12 Jan 2025 02:28 PM (IST)

    ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે થયો ખુલાસો, અસલી ટિકિટમાંથી કેટલીક ટિકિટ ચોરાઈ હતી

    ફ્લાવર શોની ડુપ્લિકેટ ટિકિટ મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ફ્લાવર શોની નકલી ટિકિટ છાપવામાં આવી નથી પરંતુ અસલી ટિકિટમાંથી કેટલીક ટિકિટ ચોરાઈ હતી. ફ્લાવર શોની પાંચ લાખ ટિકિટ છાપવા કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. એઇટિન ક્રિએશનને ટિકિટ છાપવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. એઇટીન ક્રિયેશન દ્વારા ટિકિટ બાઈડિંગનું કામ ક્રિષ્ના બાઈડિંગને આપવામાં આવ્યું હતું. ક્રિષ્ના બાઈડિંગમાં કામ કરતા કર્મચારીએ ટિકિટ ચોરી કરી હતી. કર્મચારી આશિષ ભાવસાર દ્વારા ટિકિટ ચોરી કરવામાં આવી હતી. કુલ 70 જેટલી ટિકિટ ચોરી કરવામાં આવી હતી. 70 માંથી  53 જેટલી ટિકિટો ઉપયોગમાં લેવાઈ હતી. આરોપીએ ચોરેલી ટિકિટ કોને કોને આપી તેની તપાસ શરૂ કરાઈ. કોર્પોરેશન દ્વારા પાંચ લાખ ટિકિટની ગણતરી કરવામાં આવશે. ગણતરી બાદ કેટલી ટિકિટ ચોરી થઈ તેની હકીકત સામે આવશે. સીલપેક બોક્સમાં એએમસીને તમામ ટિકિટો આપવામાં આવી છે.

  • 12 Jan 2025 11:12 AM (IST)

    રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાનું નિવેદન- અમરેલી પોલીસે બનાવટી લેટરકાંડમાં ઉતાવળ કરી

    અમરેલી લેટરકાંડને લઇ સાંસદ પરશોત્તમ રૂપાલાએ અમરેલી પોલીસને નિશાને લીધી છે. તેમણે કહ્યું છે કે, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. “SPએ કમિટી બનાવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા” છે. “કોંગ્રેસ આ સમગ્ર ઘટનાને કોઈક અલગ જ દિશામાં લઇ જઇ રહી છે, હાલ નનામો લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે”

  • 12 Jan 2025 09:59 AM (IST)

    સુરત જિલ્લામાં વધુ એક હત્યા, મૃતદેહ સ્ટેટ હાઇવે પર ફેંકી દેવાયો

    સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના ઘટવા પામી છે. સ્ટેટ હાઇવે 65 પરથી મૃતદેહ મળી આવ્યો છે. માંગરોળના નવાપુરા પાટિયા પાસે હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. હત્યા કરી મૃતદેહ ને મુખ્ય માર્ગ પર ફેંકી દીધો છે. હત્યા કરાયેલ મૃતદેહ કોનો છે તે અંગે ઓળખ મેળવવા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, મોબાઈલ સ્નેચરોએ હત્યા કરી હોઈ શકે છે.

  • 12 Jan 2025 09:44 AM (IST)

    રાજકોટના નવા 150 ફૂટ રીગ રોડ પરથી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા

    રાજકોટના નવા 150 ફૂટ રીગ રોડ પરથી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા છે. પ્રાથમિક તપાસમાં બિહારથી આ શખ્સો પિસ્તોલ લાવ્યા હોવાની વિગતો સામે આવી છે. યુનિવર્સિટી પોલીસે બંને શખ્સોને પિસ્તોલ સાથે ઝડપ્યા છે. પિસ્તોલ શું કામ લાવ્યા, પહેલા ક્યારેય હથિયાર લાવ્યા છે કે નહીં તે વિશે તપાસ શરૂ કરી છે. આરોપી આશિષ બીરેન્દ્ર પ્રસાદ અને નથુ ઉર્ફ રિતેશ શિવજન્મ પ્રસાદ વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હથિયાર અને મોબાઈલ સહિત કુલ 30 હજારનો મુદામાલ કબજે કર્યો છે.

  • 12 Jan 2025 09:30 AM (IST)

    કચ્છના મુન્દ્રમાંથી કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો

    કચ્છના મુન્દ્રમાંથી કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી રૂપિયા 32,47,000 ની કિંમતનું 32.47 ગ્રામ કોકેઇનનો જથ્થા મળી આવ્યો છે. આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખ ઉ.વ.39 રહે દેવાંગ ટાઉનશીપ શ્રીજીનગર , મુન્દ્રા, મૂળ રહેવાસી મનોચહલ તા. તરણતારન, પંજાબની પોલીસે ધરપકડ કરી છે.

  • 12 Jan 2025 09:27 AM (IST)

    અમદાવાદના ચાંદખેડા ONGC ક્વાર્ટરમાંથી જૂગાર રમતા ઝડપાયા

    ચાંદખેડા પોલીસે, સાબરમતી ONGC ક્વાર્ટરમાં જુગાર રમતા લોકોની ધરપકડ કરી છે. પોલીસે ONGC ક્વાર્ટરમાંથી જૂગાર રમનારાઓ પાસેથી રોકડા, મોબાઈલ ફોન, વાહન સહિત કુલ 11.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જુગાર રમી રહેલા 6 લોકોની ધરપકડ કરી છે.

  • 12 Jan 2025 07:50 AM (IST)

    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન બનશે

    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો, રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે, નવી દિલ્હી દ્વારા વાંધો ઉઠાવ્યા પછી, સુબિયાન્ટો તેમની ભારત મુલાકાત પૂર્ણ કર્યા પછી તરત જ પાકિસ્તાન જાય તેવી શક્યતા ઓછી છે.

  • 12 Jan 2025 07:36 AM (IST)

    ફેબ્રુઆરીથી શરુ થશે કચ્છના ભુજથી દિલ્હીની વિમાની સેવા

    ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી એર ઈન્ડિયાની વિમાની સેવા શરૂ થશે. કચ્છી એન.આર.આઇ. ઉપરાંત કચ્છમાં ઉદ્યોગ સ્થાપનારા ઉદ્યોગપતિ અને પ્રવાસીઓ માટે વિમાની સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે. ભુજ-દિલ્હી વિમાની સેવા, આગામી ફેબ્રુઆરીથી શરુ થશે. જે દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડીને ભુજ ખાતે 4.30 કલાકે પહોંચશે. જ્યારે ભુજથી 5.30 વાગ્યે ઉપડીને દિલ્હી ખાતે સાંજે 7 વાગ્યે પહોચશે.

  • 12 Jan 2025 07:30 AM (IST)

    દેશમાંથી 2024ના વર્ષમાં 16,914 કરોડનુ ડ્ર્ગ્સ ઝડપાયું

    ડ્રગ ટ્રાફિકિંગ-રાષ્ટ્રીય સુરક્ષા પર આયોજિત એક પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ વધુ મજબૂત બની છે. ડ્રગ્સની દાણચોરી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2024માં 16,914 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. સરકારનું ધ્યાન ડ્રગ્સ મુક્ત ભારત પર છે. તેમણે કહ્યું કે 8600 કરોડ રૂપિયાની દવાઓ બાળી નાખવામાં આવશે.

  • 12 Jan 2025 07:29 AM (IST)

    બહાનુ નહીં, પરિવર્તન જોઈએ… દિલ્હી ચૂંટણી માટે ભાજપે પ્રચાર ગીત કર્યું લોન્ચ

    ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેનું પ્રચાર ગીત લોન્ચ કર્યું છે. જેમાં ગવાયું છે કે….’અમે પરિવર્તન ઇચ્છીએ છીએ, બહાના નહીં; અમારે દિલ્હીમાં ભાજપની સરકાર જોઈએ છે…’

Published On - Jan 12,2025 7:28 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">