ગુજરાતમાં પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ માટે હકારાત્મક ભૂમિકા ભજવનાર લોકોને એવોર્ડથી કરાયા સન્માનિત

ગુજરાતમાં પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જની અસરોને અટકાવવાની કામગીરી સાથે સંક્ળાયેલ વ્યક્તિઓ/ સંસ્થાઓને વર્ષ 2021-22 માટે કુલ-06 કેટેગરીમાં એમની નોંધપાત્ર કામગીરી માટે કુલ-10 વ્યક્તિઓ/ સંસ્થાઓને ક્લાઇમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો. મંત્રી મુળુભાઇ બેરા, રા.ક.મંત્રી મુકેશભાઇ પટેલ સાહેબ, અગ્રસચિવ, વન અને પર્યાવરણ સંજીવકુમારની ઉપસ્થિતીમાં વિવિધ લોકોને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

| Updated on: Jan 08, 2024 | 6:49 PM
નિલેશકુમાર પ્રવિભાઇ રાજગોર અને અલ્તાફભાઇ બહાઊદ્દીન કુરેશીને જનજાગૃતિ કાર્યક્રમો માટે જનજાગૃતિ કેટેગરીમાં, ઉર્વિશકુમાર પ્રવિણકુમાર સોનીને કાર્બન ઉત્સર્જન મુક્ત ઇંટો તેમજ તે બનાવવાનો બ્રિક્સ મેકીંગ મશીન બનાવવા માટે તેમજ અર્જુન પાઘડરને સ્વર્ગા રોહણ સ્મશાન ભઠ્ઠી બનાવવા માટે ઇનોવોટીવ પ્રોજેક્ટ કેટેગરીમાં, અર્પણા અરૂણાચલમ તેમજ માનસી ભરતકુમાર ઠાકરને મહિલા સાહસીકો કેટેગરીમાં મહોબતસિંહ મુમુજી સિંઘલને ગુગળ સંવર્ધન અને પર્યાવરણ બંજર જમીન સુધારણા ક્ષેત્રે કામ કરવા બદલ વ્યક્તિગત કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

1 / 5
સમુદાય સમર્થન મંચને વોટર મેનેજમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન પોગ્રામ માટે તેમજ પ્રકૃતિ ફાઉન્ડેશનને વોટરશેડ ડેવલોપમેન્ટ અને ક્લાઇમેટ પ્રુફીંગ ઇન્ટરવેન્શન માટે સંસ્થાકીય કેટેગરીમાં તેમજ ઇમેજીંગ પાવર ટ્રી પ્રાઇવેટ લી.ને સોલાર ટ્રી પ્રોડક્ટનાં ઇન્વેન્શન માટે સ્ટાર્ટ અપ એકમ કેટેગરીમાં ક્લાઇમેટ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

2 / 5
રા.ક.મંત્રી મુકેશભાઇ પટેલે આ નાગે જણાવ્યું કે, ગુજરાત સરકાર નમો વડ વનની કામગીરી દ્વારા તેમજ જાપાનીઝ પદ્ધતિથી વન કવચ બનાવવાની કામગીરી આ ઉપરાંત સાંસ્કૃતિક વનો બનાવવાની કામગીરી દ્વારા વૃક્ષોનું આવરણ સતત વધારી રહી છે. તેમજ માન.વડાપ્રધાન મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ કોસ્ટલ એરીયામાં મેન્ગ્રુવનાં વાવેતરથી દરિયાકાંઠો હરિયાળો અને સલામત થઇ રહ્યો છે.

3 / 5
આ ઉપરાંત તેમણે જણાવેલ આ વર્ષે પોતાના મત વિસ્તારમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ માંથી 78 ગામોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરાવેલ છે. અને આ રીતે સૌને ભૂર્ગભ જળ ઘટતું અટકાવવા માટે પ્રેરણા પુરી પાડી  છે.

4 / 5
મંત્રી મુળુભાઇ બેરાએ આ નાગે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને મહત્વ આપીને પ્રદુષણની અસરોને ઘટાડવા તેમજ તેમના મત વિસ્તારમાં નિવૃત્ત સૈનિકે લગ્ન પ્રસંગે મંડપ રોપણની સાથે વૃક્ષા રોપણની કામગીરી કરીને સમાજને નવી રાહ ચિંધી છે. તેવું જણાવી સૌને સાથે મળીને ક્લાઇમેટ ચેન્જને નાથવા માટેની કામગીરી કરવા હાકલ કરી હતી. બંન્ને મંત્રીશ્રીઓએ સૌ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા તેમજ બ્રાન્ડ એમ્બેસેડર બનીને લોકોને વધુને વધુ જાગૃત કરવા માટે જણાવેલ.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">