આજનું હવામાન : ગુજરાતવાસીઓ સ્વેટરની સાથે રેઈનકોર્ટ તૈયાર રાખજો ! અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જાન્યુઆરી મહિનામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય અને સામાન્યથી વધુ તાપમાન રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહી શકે છે.

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ભારે પલટો આવશે. 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જોરદાર ઠંડી પડવાની સંભાવના પડી છે. તો વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે.
ઉત્તરાયણ પર રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરી છે.