આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી, કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી, કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના, જુઓ Video

| Updated on: Jan 04, 2025 | 7:44 AM

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ભારે પલટો આવશે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો તમારા વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે કે નહીં.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. તો આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. જો કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે જેના પગલે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વાતાવરણને લઈને ચિંતાજનક આગાહી કરી છે. અંબલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ભારે પલટો આવશે. 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જોરદાર ઠંડી પડવાની આગાહી કરી છે.

તો બીજી તરફ વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાયણ પર રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, મહીસાગર, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ કચ્છમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">