ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો- Video

ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2025 | 9:01 PM

સાબરકાંઠામાં સાત વર્ષ બાદ આખરે ઓવરબ્રિુજની કામગીરી પૂર્ણ થઈ છે અને બ્રિજને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સાત વર્ષથી ચાલી રહેલી બ્રિજની કામગીરીને કારણે સ્થાનિકો પારાવાર હાલાકી વેઠતા જોવા મળ્યા હતા.

ગોકળગતિએ ચાલતી કામગીરી આખરે સાત વર્ષ બાદ પૂર્ણ થઈ. સાબરકાંઠામાં સિક્સલેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો. હિંમતનગરથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે કારણ કે સાત વર્ષ બાદ સહકારી જીન વિસ્તારમાં આવેલ સિક્સલેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી હાઈવેના ટ્રાફિકથી વાહનચાલકોને મોટી રાહત મળશે. ઉપરાંત હડિયોલ, રણાસણ સહિતના 30 ગામને પણ ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.

સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય પ્રધાનને ઓવરબ્રિજના સાત વર્ષથી અધૂરા નિર્માણ કાર્યને વહેલીતકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા અગે સાંસદે ખાતરી આપી હતી. જે વચનને પૂરુ કરીને ઓવરબ્રિજને લીલી ઝંડી આપીને નાગરિકો માટે ખુલ્લો મુકાયો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">