અમરેલી લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ, પાટીદાર સંસ્થાઓ બાદ હવે દિલીપ સંઘાણી મેદાને, યુવતીને નોકરી અપાવવાની બતાવી તૈયારી

અમરેલીમાં છેલ્લા એક સપ્તાહથી ચગેલા અને ખળભળાટ મચાવી દેનારા લેટર કાંડના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. આ મુદ્દે રાજનીતિ પણ ભરપૂર થઈ રહી છે. કોંગ્રેસ પહેલા દિવસથી આ મુદ્દે બેટીંગ કરી રહી છે, જે બાદ આમ આદમી પાર્ટીએ પણ સમગ્ર વિવાદમાં ઝુકાવ્યુ છે તો બીજી તરફ હવે ભાજપના દિલીપ સંઘાણી પણ ફ્રન્ટ ફુટ પર રમવા આવી ગયા અને દીકરીને સહકારી સંસ્થામાં નોકરી અપાવવા માટે ઘટતુ કરવાની જાહેરાત કરી છે.

અમરેલી લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ, પાટીદાર સંસ્થાઓ બાદ હવે દિલીપ સંઘાણી મેદાને, યુવતીને નોકરી અપાવવાની બતાવી તૈયારી
Follow Us:
| Updated on: Jan 03, 2025 | 8:42 PM

અમરેલીના બહુચર્ચિત અને ભરશિયાળે રાજકારણમાં ગરમાવો લાવી દેનારા લેટરકાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ બાદ તેનુ સરઘસ કાઢવા મુદ્દે તમામ રાજકીય પક્ષો અને પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી ગઈ છે. માત્ર ઓપરેટર તરીકે કામ કરતી યુવતીને આરોપી બનાવી મધરાત્રે ધરપકડ કરી પોલીસે બંધારણના નિયમોનો ઉલાળિયો તો કર્યો જ. સાથોસાથ બાકી હતુ તો રિકન્સ્ટ્રક્શનના નામે તમામ આરોપીઓની સાથે યુવતીને રાખી તેનું સરઘસ કાઢતા એક નવો જ વિવાદ છેડાઈ ગયો છે. 27 ડિસેમ્બરની મધરાતથી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ખોડલધામ અને PAAS સહિતની પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ મેદાને આવ્યા અને અમરેલી પોલીસની કામગીરીને શરમજનક કૃત્ય ગણાવ્યુ.

પાટીદાર યુવતીની ધરપકડ બાદ  રાજનીતિ ચરમ પર

પાટીદાર યુવતીનું સરાજાહેર શહેરની વચ્ચોવચ્ચ અન્ય આરોપીઓની સાથે સરઘસ કાઢતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને દીકરીની સમગ્ર વિવાદમાં ખોટી રીતે ધરપકડ કરાઈ હોવાની રજૂઆત કરાઈ. જે બાદ અમરેલીમાં પાટીદાર અગ્રણીઓ, સાંસદો, જેમના નામથી લેટરકાંડ થયો છે તે MLA કૌશિક વેકરિયા સહિતનાની બંધ બારણે બેઠક મળી હતી. જેમા ફરિયાદમાંથી પાટીદાર દીકરીનું નામ દૂર કરવા પર સર્વસંમતિ સધાઈ હતી.

કોંગ્રેસે દીકરીની ધરપકડ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહીની કરી માગ

જો કે આ મુદ્દે કોંગ્રેસ પહેલેથી જ ફ્રન્ટ ફુટ પર રમતી જોવા મળી. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુ્મ્મરે દીકરી છેલ્લા કેટલાય દિવસોથી દીકરીના ઘરે ધામા નાખ્યા. તો લલિત કગથરાએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તાકાત હોય તો ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢી બતાવવાનો પડકાર ફેંક્યો.

Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર
Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય
યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માથી ઉંમરમાં કેટલો મોટો છે, જાણો
ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?

આ તરફ અમદાવાદ યુથ કોંગ્રેસે દ્વારા પણ ઉગ્ર દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ અને પાટીદાર દીકરીને ન્યાય આપવાની માગ કરવામાં આવી. કોંગ્રેસના નેતા મનહર પટેલે તો ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી કે જો આજના દિવસમાં દીકરીને જામીન નહીં મળે તો તેઓ મુખ્યમંત્રી આવાસ પર ધરણા યોજશે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દીકરીને ન્યાય અપાવવાની સાથે દીકરીનું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સમગ્ર વિવાદમાં રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરીનો ઘેરાવ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી.

લેટરકાંડ કોરાણે મુકાયો અને પાટીદાર દીકરીનો મુદ્દો હાવી થઈ ગયો

સમગ્ર વિવાદમાં અમરેલીના MLA કૌશિક વેકરિયાના નામનો લેટરકાંડ તો કોરાણે મુકાઈ ગયો પરંતુ પાટીદાર દીકરીનો મુદ્દે સૌથી વધુ ચર્ચાસ્પદ બનતો જોવા મળ્યો. જેમા સમાજની રાજનીતિ પણ હાવી થતી જોઈ ભાજપના નેતાઓ પણ સમગ્ર વિવાદમાં સક્રિય થયા. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જેલમાં પાટીદાર યુવતી સાથે મુલાકાત કરી અને જેલમુક્તિ બાદ તેને સતહકારી ક્ષેત્રમાં નોકરી મળે તેવી તૈયારીઓ શરૂ કરાઈ હોવાની જાહેરાત કરી. આ તરફ યુવતીના વકીલે પણ તેની જામીન અરજીમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા ધરપકડને બંધારણના નિયમોની વિરુદ્ધ અને ખોટી ગણાવી.

લેટરકાંડમાં કૌશિક વેકરીયા સામે કરાયા ગંભીર આક્ષેપ

જો કે આ સમગ્ર ઘટનામાં યુવતીની જે બાબતે ધરપકડ કરવામાં આવી તે લેટરકાંડનો મુદ્દો તો જાણે જાણી જોઈને વિસારી દેવાયો હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કિશોર કાનપરિયાના બનાવટી લેટરહેડના નામથી પૂર્વ તાલુકા પ્રમુખ રહેલા મનિષ વઘાસિયાએ અમરેલીના ધારાસભ્ય સામે ઘણા ગંભીર આક્ષેપ કર્યા છે. જેમા દર મહિને ધારાસભ્ય કૌશિક વેકરીયાને પોલીસ દ્વારા 40 લાખનો હપ્તો પહોંચી જાય છે. જિલ્લામાં રેતી ખનન બાબતે કોન્ટ્રાક્ટર સાથે મિલિભગતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ આ લેટરકાંડથી જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ પણ હવે સપાટી પર આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ત્યારે મોવડી મંડળ પણ હવે  ડેમેજ કંટ્રોલની મુદ્રામાં આવી ગયુ છે.

Input Credit- Jaydev Kathi Amreli, Narendra Rathod Ahmedabad 

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
g clip-path="url(#clip0_868_265)">