અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, ધોળા દિવસે લૂંટારૂઓએ બંદુકની અણીએ જ્વેલર્સને બંધક બનાવી ચલાવી લાખોની લૂંટ- જુઓ CCTV
અમદાવાદના બોપલમાં ધોળા દિવસે બંદૂકની અણીએ કનકપુરા જ્વેલર્સમાં લૂંટારૂઓએ તરખાટ મચાવ્યો. બંદુકની અણીએ જ્વોલર્સને બંધક બનાવી લાખોના દાગીના ચોરી લૂંટારુઓ ફરાર થઈ ગયા. પોલીસે CCTV ફૂટેજ અને ડોગ સ્ક્વોડનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ ફરી એકવાર શહેરમાં લો એન્ડ ઓર્ડર સામે સવાલ ઉઠી રહ્યા છે.
તમને કલ્પના પણ નહિ હોય તેવો લૂંટનો બનાવ બોપલના જિમખાના રોડ પર બન્યો છે. ધોળા દિવસે બપોરના 3.45 વાગ્યે કનકપુરા જવેલર્સને ચાર લૂંટારુઓ ટાર્ગેટ બનાવી બદુકની અણીએ જવેલર્સના માલિક ભરત સોની અને કર્મીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર થઈ ગયા છે, પરંતુ લૂંટારૂ ફરાર થતાં જાણે પોલીસને તમાચો માર્યો હોય તેમ જાહેર રોડ હથિયાર સાથે લોકોને ડરાવી નાસી છૂટયા છે. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમા સીસીટીવીમાં કેદ થયેલો વ્યક્તિ લૂંટારૂ હોવાની શક્યતા જણાઈ રહી છે. આપને જણાવી દઈએ કે લૂંટારૂઓએ 73 લાખની કિંમતના દાગીનાની લૂંટને અંજામ આપી ત્યાંથી નાસી છૂ્ટ્યા હતા. ધોળા દિવસે થયેલી લૂંટની ઘટનાથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે. દર વખતની જેમ પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે ચાર લૂંટારૂઓ હેલ્મેટ અને મોઢા પર બુકાની બાંધી પ્રવેશ્યા હતા. જેમાં ત્રણ લૂંટારૂ જવેલર્સમાં ઘુસ્યા હતા. બે લૂંટારૂએ બંદૂકની અણીએ જ્વેલર્સને બંધક બનાવ્યા હતા અને એક લૂંટારૂ જવેલર્સની બહાર ઊભો હતો. જે લોકો અને પોલીસની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. લગભગ 7 થી 8 મિનિટમાં જ્વેલર્સમાં રહેલો સોનાના દાગીના બેગમાં ભરી નાસી છૂટ્યા હતા. મહત્વ નું છે કે લૂંટારૂઓ જ્વેલર્સમાં લૂંટ કરવા ચાલતા આવ્યા હતા જેથી પોલીસને શંકા છે કે આરોપીએ પોતાના વાહન દૂર પાર્ક કરીને આવ્યા હતા અને ડોગ સ્કોડથી તપાસ કરતા અંદાજિત 1 કિલોમીટર દૂર સુધી ડોગ સ્કોર્દ પહોચ્યુ હતું ત્યાં એક હેમ્લેટ મળી આવ્યું હતું, જેની સ્મેલના આધારે તપાસ કરતા કોઈ વાહનમાં ભાગી ગયા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે લૂંટારુઓ પકડી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી.
લૂંટારૂઓ જવેલર્સમાં રહેલ કિમતી દાગીના સાથે મોબાઈલ પણ લૂંટી ગયા છે જેના નંબર ટ્રેસ કરીને આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે, પરંતુ સરજાહેર બનેલી લૂંટની ઘટના એ ફરી એક વખત પોલીસની કામગીર પર સવાલ ઉભા કર્યા છે અને સૌથી વધુ વિકસી રહેલા બોપલ વિસ્તારના નાગરિકોની સુરક્ષા કેટલી? તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, ત્યારે પોલીસને પકડકાર ફેકી ફરાર થયેલા લૂંટારૂ પોલીસ હાથે ઝડપાયા છે કે આરોપીઓ અન્ય ગુનાને અંજામ આપે છે તે જોવું રહ્યું.