જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ

ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધો લગભગ 7 દાયકા જૂના છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર ભારત પ્રથમ દેશોમાંનો એક હતો. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2024 | 4:24 PM
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારની ભારત મુલાકાત છે. એવું માનવામાં આવે છે કે, જર્મની ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માટે ભારતને મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યું છે.

1 / 5
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ગયા વર્ષે બે વખત ભારત આવ્યા હતા, ફેબ્રુઆરી 2023માં તેઓ ભારતની દ્વિપક્ષીય મુલાકાતે હતા અને સપ્ટેમ્બરમાં તેમણે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

2 / 5
ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધો લગભગ 7 દાયકા જૂના છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર ભારત પ્રથમ દેશોમાંનો એક હતો. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, મે 2000માં શરૂ થઈ હતી, જે 2011માં 'ઈન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'ની શરૂઆતથી મજબૂત બની હતી. ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેની સાથે જર્મનીએ સંવાદ યંત્રણા સ્થાપી છે.

3 / 5
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ 2022માં 26 થી 28 જૂન વચ્ચે જર્મનીની મુલાકાત લીધી હતી. તેમણે બર્લિનમાં આયોજિત છઠ્ઠા 'આંતર-સરકારી પરામર્શ'માં ભાગ લીધો હતો અને PMએ જર્મનીની અધ્યક્ષતામાં યોજાયેલી G7 સમિટમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2022માં બાલીમાં આયોજિત G20 શિખર સંમેલન દરમિયાન જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

4 / 5
વેપાર સંબંધોની વાત કરીએ તો, જર્મની 2022-23માં ભારતનું 12મું વેપારી ભાગીદાર હતું. આ સમયગાળા દરમિયાન જર્મનીના કુલ વિદેશી વેપારમાં ભારતનો હિસ્સો એક ટકા હતો. જ્યારે ભારતના કુલ વિદેશી વેપારમાં જર્મનીનું યોગદાન 2.24 ટકા છે. કોરોના મહામારી પહેલા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. 2018-19માં ભારત અને જર્મની વચ્ચે 24 અબજ ડોલરનો રેકોર્ડ વેપાર થયો હતો. કોરોના મહામારી દરમિયાન પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધતો રહ્યો, જે 2022-23માં વધીને $2600 કરોડ થઈ ગયો. (તસવીર સૌજન્યઃ PTI )

5 / 5
Follow Us:
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં

ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video

વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ

વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ

અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ

દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

g clip-path="url(#clip0_868_265)">