રાફેલ નડાલે વિદાય લેતી વખતે પણ રચ્યો ઈતિહાસ, ટેનિસમાંથી નિવૃત્તિ લેતા કહ્યું- મને આ રીતે યાદ રાખજો…

સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે નિવૃત્તિ લઈ લીધી છે. નડાલે તેની 2 દાયકાની કારકિર્દીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા, જેમાંથી 14 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ માત્ર ફ્રેન્ચ ઓપનના રૂપમાં છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન 2-2 વખત અને વિમ્બલ્ડન 4 વખત જીતી છે. નડાલના નામે 4 ડેવિસ કપ ટાઈટલ પણ છે.

| Updated on: Nov 20, 2024 | 7:00 PM
ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ સામેની હાર બાદ ડેવિસ કપમાં માત્ર સ્પેનની સફર જ નહીં પરંતુ મહાન ટેનિસ રાફેલ નડાલની કારકિર્દીનો પણ અંત આવ્યો. બે દાયકા સુધી વિશ્વ ટેનિસ પર રાજ કર્યા બાદ નડાલે આંખમાં આંસુ સાથે રમતને અલવિદા કહ્યું.

1 / 5
નડાલે ડેવિસ કપની પ્રથમ મેચમાં સ્પેનનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેને સીધા સેટમાં 6-4, 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટેનિસ છોડ્યા બાદ પણ નડાલે ઈતિહાસ રચ્યો હતો. આ રમતમાં તે એકમાત્ર એવો ખેલાડી બન્યો છે જેણે ડેવિસ કપમાં પોતાની પ્રથમ અને છેલ્લી મેચ હારી છે. તે સિવાય વચ્ચેની તમામ મેચો જીતી છે. નડાલ 2004માં રમાયેલી તેની પ્રથમ ડેવિસ કપ મેચ પણ હારી ગયો હતો.

2 / 5
રાફેલ નડાલની ટેનિસ કારકિર્દી ઘણા ઐતિહાસિક રેકોર્ડની સાક્ષી રહી છે. તેના નામે 22 ગ્રાન્ડ સ્લેમ છે. આટલા બધા ગ્રાન્ડ સ્લેમ જીતનાર તે બીજો ટેનિસ સ્ટાર છે. ટેનિસમાં ઘણા સ્ટાર્સ આવ્યા, ચમક્યા અને ગયા, પરંતુ માત્ર નડાલને જ કિંગ ઓફ ક્લેનો ટેગ મળ્યો, કારણ કે તેના 22 ગ્રાન્ડ સ્લેમમાંથી તેણે સૌથી વધુ 14 વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું છે.

3 / 5
નડાલની કારકિર્દીની અન્ય સિદ્ધિઓની વાત કરીએ તો તેણે 1080 સિંગલ્સ જીત્યા છે. તે સતત 209 અઠવાડિયા સુધી વિશ્વમાં નંબર 1 રહ્યો. તેના નામે 92 સિંગલ્સ ટાઈટલ છે, જેમાંથી 63 સિંગલ્સ ટાઈટલ માત્ર ક્લે કોર્ટ પર જીત્યા છે. ઓલિમ્પિક કોર્ટ પર રાફેલ નડાલના નામે પણ 2 ગોલ્ડ મેડલ છે, તે 5 વખત ATP પ્લેયર ઓફ ધ યર બન્યો હતો અને 5 વખત વર્લ્ડ નંબર વન તરીકે વર્ષનો અંત આવ્યો હતો.

4 / 5
રાફેલ નડાલે ડેવિસ કપ 2024માં તેની ટેનિસ કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. તેના પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ. તેણે આ ક્ષણને ભાવનાત્મક ગણાવી હતી. નિવૃત્તિ લેતી વખતે નડાલે કહ્યું કે તે ઈચ્છે છે કે દુનિયા તેને એક સારા વ્યક્તિ તરીકે યાદ કરે. જે બાળકો તેને ફોલો કરે છે તેઓએ તેના કરતા મોટા સપના જોવા જોઈએ. જીવનમાં છો તેના કરતા વધુ સિદ્ધ કરો. (All Photo Credit : AFP)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">