ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ફાઈનલમાં ચીનને 1-0થી હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે ચીનને હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો. આ ફાઈનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનો 1-0થી વિજય થયો હતો. ભારત માટે દીપિકાએ આ ગોલ કર્યો હતો. આ સાથે ભારત ત્રીજી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતું.

| Updated on: Nov 20, 2024 | 7:28 PM
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ભારતીય મહિલા હોકી ટીમ અને ચીનની મહિલા હોકી ટીમ વચ્ચે રમાઈ હતી. બિહારના રાજગીર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી અને ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે આ મેચમાં ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચમાં દીપિકા ભારતીય ટીમની જીતની હીરો હતી, તેણે એકમાત્ર ગોલ કર્યો હતો.

1 / 5
ભારત અને ચીન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બે ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા એટલે કે હાફ ટાઈમ સુધી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. પ્રથમ હાફમાં ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા, જ્યારે ચીનને બે પેનલ્ટી કોર્નર મળ્યા. જોકે, બંને ટીમો તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી. આ પછી ભારતની દીપિકા ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ગોલ કરવામાં સફળ રહી હતી.

2 / 5
આ મેચ પહેલા ચીનની ટીમ ભારતીય ટીમ કરતા હેડ ટુ હેડ આંકડામાં ઘણી આગળ હતી. પરંતુ ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ભારતે આ મેચમાં પોતાની તમામ મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે સેમીફાઈનલમાં જાપાન સામે 3-0થી જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય લીગ સ્ટેજ દરમિયાન પણ ભારત સામે ચીનનો 3-0થી પરાજય થયો હતો.

3 / 5
આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ભારતે 2016 અને 2023માં પણ જીત મેળવી હતી. 2016માં પણ ભારતે ફાઈનલમાં ચીનને હરાવ્યું હતું અને 2023માં ભારતે જાપાનને હરાવ્યું હતું.

4 / 5
આ ટૂર્નામેન્ટ પહેલા જ સલીમા ટેટેને ભારતીય ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી. સુકાની તરીકેની પ્રથમ ટુર્નામેન્ટ સલીમા ટેટે માટે ખૂબ જ સફળ રહી હતી અને તે ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ચીને ગોલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એક પણ ગોલ કરી શક્યું ન હતું. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">