Plant In Pot : શિયાળમાં ગરમા ગરમ મેથીના ગોટા બનાવવા ઘરે જ ઉગાડો મેથીનો છોડ, જુઓ તસવીરો

શિયાળામાં મોટાભાગના લોકો લીલી શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ઘણી વખત બજારના શાકભાજી કેમિકલયુક્ત હોવાનો ભય રહે છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કેવી રીતે મેથીની ભાજી ઉગાડી શકાય.

| Updated on: Nov 21, 2024 | 1:16 PM
મેથીના છોડને ઘરે ઉગાડવા માટે કૂંડુ, સારી ગુણવત્તાની માટી, છાણિયુ ખાતર, કોકોપીટ, સારી ગુણવત્તાના મેથીના બીજ અથવા તો છોડ અને પાણીની જરુર પડશે.

1 / 5
મેથીના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા છિદ્રવાળુ કૂંડુ લો. જેથી છોડના મૂળમાં પાણી ભરાઈ ન રહે અને છોડ સુકાઈ ન જાય.

2 / 5
હવે કૂંડામાં સારી ગુણવત્તાવાળી માટી ભરો.ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. જેથી છોડનો ઝડપી વિકાસ થાય. જો તમે ઈચ્છો તો મેથીના દાણાને ઉગાડતા પહેલા એક દિવસ પાણીમાં પલાળી રાખો. જેથી તે અંકુરિત થઈ જાય. ત્યાર બાદ બીજને કૂંડામાં સરખી રીતે રોપવામાં આવે તો ઝડપથી છોડ તૈયાર થઈ જાય છે.

3 / 5
હવે પાણીમાં પલાળેલા બીજને કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ આ કૂંડાને તમે એવી જગ્યા પર રાખો જ્યાં ઓછામાં ઓછો 3-4 કલાક સૂર્ય પ્રકાશ મળે. છોડના વિકાસ માટે સૂર્ય પ્રકાશની ખૂબ જ જરુરી છે.

4 / 5
મેથીના દાણા વાવ્યા બાદ દરરોજ જરુરીયાત અનુસાર પાણી પીવડાવો. આશરે 15 દિવસથી 1 મહિનામાં મેથીના પાન ઉપયોગમાં લઈ શકાય તે માટે સંપૂર્ણ તૈયાર થઈ જશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">