Garlic Bread : બજાર જેવી સ્વાદિષ્ટ ગાર્લિક બ્રેડ ગણતરીની મિનિટમાં ઘરે બનાવો, જુઓ તસવીરો
રેસ્ટોરન્ટ સ્ટાઈલની ચીઝ ગાર્લિક બ્રેડની રેસિપી ખાવાનું દરેકને ગમે છે. પરંતુ બહારથી વારંવાર મગાવવું મોંઘું પડી શકે છે. તો આજે ઘરે કેવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીઝ ગાર્લિક બ્રેડની બનાવવાય તે જોઈશું.

ચીઝી ગાર્લિક બ્રેડ બનાવવા માટે બ્રેડ, બટર, લસણ, મોઝેરેલા ચીઝ, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, કોથમીર સહિતની વસ્તુઓની જરુર પડશે.

એક પેનમાં બટર ગરમ કરો, તેમાં સમારેલું લસણ ઉમેરો અને 1-2 મિનિટ માટે ફ્રાય કરી તેને ઠંડુ મુકવા દો. જેથી બટરમાં લસણનો સ્વાદ સારી રીતે ભળી જાય.

હવે બ્રેડની સ્લાઈસ લો અને તેના પર બ્રશની મદદથી સારી રીતે ગાર્લિક બટર લગાવી દો. હવે તેના પર કોર્ન, ટમાટર સહિતની વસ્તુની ટોપિંગ કરો. ત્યારબાદ તેના પર મોઝેરેલા ચીઝ સારી રીતે પાથરી દો. હવે ગાર્લિંક બ્રેડનો સ્વાદ વધારવા ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ છાંટો.

હવે બ્રેડને ટોસ્ટ કરવા બ્રેડની સ્લાઈસને પેન અથવા ઓવનમાં મૂકો. જો તમે તેને તવા પર બનાવતા હોવ તો બ્રેડને ઢાંકીને ધીમી આંચ પર પકાવો, જેથી ચીઝ બરાબર ઓગળી જાય. જો ઓવનમાં બનાવતા હોવ તો 180 ડિગ્રી સેલ્સિયસ પર 5-7 મિનિટ માટે બેક કરો.

જ્યારે ચીઝ સારી રીતે પીગળી જાય અને બ્રેડ થોડી ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેને ઓવન અથવા પેનમાંથી બહાર કાઢી લો. કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
