AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્મની

જર્મની

જર્મની યુરોપનો મુખ્ય અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. બર્લિન શહેર જર્મનીની રાજધાની છે. દેશની સંસ્કૃતિ, આર્થિક પ્રગતિ અને ઈતિહાસ જર્મનીને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવે છે. જર્મની યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. જર્મની મોટર વાહનો, મશીનરી, રસાયણો અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં અગ્રેસર છે.

357,022 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, જર્મની યુરોપના કેન્દ્રમાં છે અને તેની સરહદ ડેનમાર્ક, પોલેન્ડ, ચેક રિપબ્લિક, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેધરલેન્ડ જેવા દેશો સાથે જોડાયેલી છે. જર્મનીની વસ્તી અંદાજે 83 મિલિયન છે.

બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ એડોલ્ફ હિટલરની નાઝી પાર્ટીના નેતૃત્વમાં યુરોપ પર હુમલો કર્યો. આ પછી, જર્મની બે ભાગોમાં વિભાજિત થઈ ગયું – પૂર્વ જર્મની, જે સોવિયેત યુનિયન હેઠળ હતું, અને પશ્ચિમ જર્મની, જે મિત્ર દેશો હેઠળ હતું.

1989 માં બર્લિનની દિવાલના પતન પછી, જર્મની ફરીથી એક થઈ ગયું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ઈમેન્યુઅલ કાન્ટ અને જોહાન વોલ્ફગેંગ વોન ગોથે જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકો પણ જર્મનીથી આવે છે. શરૂઆતથી, જર્મનીએ કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વિશ્વમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Read More

Work Abroad : શું તમે વિદેશમાં નોકરી કરવા માંગો છો? ઇટાલી, જર્મની, જાપાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં કામ કેવી રીતે મળશે?

ઘણા દેશો સ્કિલ્ડ વર્કર્સની અછતનો સામનો કરી રહ્યા છે. એવામાં કેટલાંક દેશોએ તેમની સત્તાવાર વેબસાઇટ્સ પર નોકરી, વિઝા અને લાયકાત સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવી છે.

5 યુરોપિયન દેશો જ્યાં શિક્ષણ ભારત કરતાં સસ્તું! UG અને PG ડિગ્રી આપતા આ દેશોના નામ જાણો

ઉચ્ચ શિક્ષણ માટે યુરોપને વિશ્વના શ્રેષ્ઠ ભાગોમાંનો એક માનવામાં આવે છે. અહીં અભ્યાસ કરવાનો સૌથી મોટો ફાયદો યુરોપિયન દેશોમાં ઓછી ફી છે.

ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ન્યૂઝ9ના ગ્લોબલ સમિટમાં કહ્યું

TV9 નેટવર્કના ન્યૂઝ9 ગ્લોબલ સમિટના જર્મની એડિશનમાં, ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હવે માત્ર એક ઉભરતી શક્તિ નથી, પરંતુ એક નવી વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યું છે.

News9 Global Summit 2025: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જર્મનીને ગણાવ્યું ખાસ મિત્ર, મહારાષ્ટ્રમાં રોકાણ માટે આપ્યું આમંત્રણ

ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારત-જર્મની સંબંધો અને મહારાષ્ટ્રની આર્થિક પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે.

News9 Global Summit 2025: EU એ માન્યું વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન છે ભારત, ચીન-અમેરિકા કરતા ભારત સાથે વધુ વેપાર

News9 Global Summit 2025 આજે, ગુરુવારથી શરૂ થઈ. જર્મનીમાં આ કાર્યક્રમમાં અનેક અગ્રણી વ્યક્તિઓ હાજરી આપી રહી છે. આ પ્રસંગે, EU કમિશનર ફોર ટ્રેડ મારોસ સેફકોવિચે જણાવ્યું હતું કે ભારત, EUનો સૌથી મોટો વેપારી ભાગીદાર હોવા ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન પણ છે.

જર્મની સાથે સંબંધો મજબૂત બનાવ્યા, UPI પર રેકોર્ડ વ્યવહારો… TV9 નેટવર્કના MD બરુણ દાસે News9 ગ્લોબલ સમિટમાં ન્યૂ ઈન્ડિયાનો પરિચય કરાવ્યો

TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસના સંબોધનથી શરૂ થયો. સમિટમાં ભાગ લેનારાઓનું સ્વાગત કરતાં તેમણે ભારત-જર્મની સંબંધોના મજબૂતીકરણ પર પ્રકાશ પાડ્યો. તેમણે એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં એક જર્મન વ્યક્તિએ ફ્લાઇટ દરમિયાન નવા ભારત વિશે ઉત્સુકતાથી પ્રશ્નો પૂછ્યા હતા

અમેરિકાના વળતા પાણી ! યુરોપનો આ દેશ IT નોકરીઓ માટે લોકપ્રિય બન્યો, જાણો ક્યાં મળે છે ફાયદા

યુનાઇટેડ સ્ટેટ્સે H-1B વિઝા પ્રોગ્રામમાં મોટો ફેરફાર કર્યો છે. ફી હવે $100,000 સુધી વધારી દેવામાં આવી છે. આનાથી વિદેશી કામદારો માટે યુએસ ટેક સેક્ટરમાં નોકરીઓ શોધવી લગભગ અશક્ય બની ગઈ છે. પરિણામે, એક યુરોપિયન દેશ ટેક અને IT નોકરીઓ માટે લોકપ્રિય સ્થળ બની રહ્યો છે. આ દેશમાં કામ કરવાના 5 મુખ્ય ફાયદાઓ પણ થાય છે.

વિશ્વમાં સૌથી વધુ ‘લડાકુ ડ્રોન’ કયા દેશ પાસે છે ? ભારત કયા નંબરે છે ? જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો

'મોડર્ન વોર'ની પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. વોરમાં હવે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવામાં ચાલો જાણીએ કે, કયા દેશની પાસે કેટલા ડ્રોન છે...

‘YouTube’ કયા દેશના કન્ટેન્ટ ક્રિએટર્સને સૌથી વધુ પૈસા ચૂકવે છે ? નામ જાણશો તો તમારા હોશ ઉડી જશે

YouTube પરથી કમાણી ફક્ત વીડિયો બનાવવાથી જ થતી નથી પરંતુ તમારો કન્ટેન્ટ કયા દેશમાં વધુ જોવામાં આવ્યો છે અને તમારા વિડીયોઝ પર કેટલી જાહેરાતો (Ads) ચાલે છે, તેના પર પણ આધાર રાખે છે.

ટ્રમ્પે 4 વાર ફોન કર્યો પણ PM મોદીએ ઉપાડ્યો નહીં, જર્મન મીડિયાનો દાવો

એક જર્મન અખબાર અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાર ફોન કોલનો જવાબ આપ્યો ન હતો. આ ભારત-અમેરિકા ટેરિફ વિવાદ સાથે સંબંધિત છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પની વેપાર વ્યૂહરચના ભારતના કિસ્સામાં કામ કરી રહી નથી.

દુનિયાની ટોપ 4 ઈકોનોમીમાં ભારત અને ચીન, છતા G7 દેશોના સમૂહમાં ભારતનો સમાવેશ કેમ નહી?

G7 માં કૂલ સભ્ય દેશોની સંખ્યા 7 છે. જેમા અમેરિકા, કેનેડા, ફ્રાસ, ઈટાલી, જાપાન, જર્મની અને ગ્રેટ બ્રિટન તેના સભ્ય દેશો છે. આ સદસ્ય દેશોમાં અમેરિકા અને જર્મનીને છોડીને બાકી તમામ 5 દેશોની GDP ભારત કરતા ઓછી છે. છતા G7મા ભારત કે ચીનનો સમાવેશ નથી. અમેરિકા અને જર્મનીને બાદ કરતા અન્ય તમામ સભ્ય દેશોની GDP ભારત કરતા ઓછી છે.

G-7 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી કેનેડા જશે, કહ્યું- નવા ઉત્સાહથી કામ કરીશું

જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચે ઘણા મુદ્દાઓ પર સંબંધો બગડ્યા હતા. જો કે, પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે. આ સમિટ 15 થી 17 જૂન દરમિયાન યોજાવાની છે.

જર્મનીના મ્યુનિકમાં ભારતીયોએ પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં યોજી રેલી

મ્યુનિકમાં આ કાર્યક્રમના મુખ્ય આયોજકોમાંના એક શોભિત સરીને કહ્યું, "આ ફક્ત શાંતિ કૂચ નથી. તે ન્યાય માટે સામૂહિક અવાજ હતો." તેમણે વધુમાં કહ્યું, "અમે એ લોકો માટે કૂચ યોજી હતી જેમનો અવાજ આતંકવાદીઓએ પહેલગામમાં દબાવી દીધો હતો."

પહેલગામ આતંકી હુમલાના પડઘા જર્મનીના Stuttgartમાં પણ પડ્યાં, હનુમાન ચાલીસા સાથે ભારતીયોએ યોજી કૂચ, જુઓ વીડિયો

પહેલગામના બૈસરનમાં ગત 22મી એપ્રિલના રોજ હિન્દુ પ્રવાસીઓને અલગ કરીને આતંકવાદીએ કરેલ હત્યાનો વિરોધ, જર્મનીમાં પણ ભારતીય સમુદાય કર્યો હતો. સ્ટુટગાર્ટમાં કૂચ દરમિયાન, અહીં હાજર અનેક ભારતીયઓએ હનુમાન ચાલીસા વાંચીને એકતા દર્શાવી હતી. સ્ટુટગાર્ટ પહેલા, ભારતીય સમુદાયે જર્મનીના બર્લિનમાં પણ આવી જ એક વિશાળ માર્ચપાસ્ટ યોજી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો.

Become Rich in Foreign : કેટલો પગાર હોય તો અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં તમે અમીર ગણાશો ?

કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં ધનિક ગણાવા માટે જરૂરી વાર્ષિક આવક હોવી જરૂરી છે. મોટાભાગના દેશોમાં, ટોચના 1-5% કમાણી કરનારા લોકોને ધનિક ગણવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">