શું તમે જાણો છો કે શરીરનો કયો એવો ભાગ છે જ્યાં દબાવવાથી પેટમાં રહેલો બધો ગેસ બહાર નીકળી જાય ?
આપણા પગની પિંડી એટલે કે પગનો પાછળનો ભાગ દબાવાથી પેટમાં રહેલો ગેસ નીકળી જાય છે. જોકે આમ કરવા માટે કેટલીક ટેકનિકની જરૂરીયાત હોય છે.
પગના પાછળના ભાગે તમારે બંને અંગૂઠાને રાખી માલીસ કરવાની છે. ઉપર થી નીચે તરફ પગ દબાવવાથી ગેસમાં રાહત મળશે.
આ પ્રક્રિયા વારંવાર કરવાથી નસની માલીસ થશે અને પેટનો ગેસ બહાર નીકળશે. જેનાથી તમને રાહત મળશે.
પગના પાછળના ભાગમાં દબાવવાથી જો તમને ગેસની સમસ્યા હશે તો દુખાવો પણ થશે. જો તમને ગેસ કે કબજિયાત રહેતી હોય તો આ ઉપાય વરદાન સમાન છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.