વેલણ-પાટલી માત્ર રોટલી રોટલીનું કામ જ નથી કરતા, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને યોગ્ય રીતે રાખવાથી અને તેનો ઉપયોગ કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વેલણ-પાટલી ખરીદવા માટે બુધવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. જો બુધવાર શક્ય ન હોય તો તમે અન્ય કોઈપણ દિવસે વેલણ-પાટલી ખરીદી શકો છો, પરંતુ એવું માનવામાં આવે છે કે તમારે તેને મંગળવાર અને શનિવારે ખરીદવાનું ટાળવું જોઈએ.
વાસ્તુ અનુસાર તૂટેલા વેલણ-પાટલીને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેનાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
વેલણ-પાટલી હંમેશા સાફ રાખો. તેનો ઉપયોગ કર્યા પછી, તેને ધોઈ લો અને સૂકી જગ્યાએ રાખો. ગંદા વેલણ-પાટલી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.
પાટલીને ક્યારેય ઊંધું ન રાખો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં તકરાર અને તણાવનું વાતાવરણ બની શકે છે.
વેલણ-પાટલીને રસોડામાં સ્વચ્છ જગ્યાએ રાખો. તેને ગેસની ઉપર અથવા સિંકની નજીક ન રાખો. તેમજ ગેસના ચૂલા પર તવાને ઊંધો ન રાખવો જોઈએ.
આજકાલ બજારમાં ઘણા પ્રકારના વેલણ-પાટલી આવી રહ્યા છે, જેમ કે સ્ટીલ અને પથ્થરના વેલણ-પાટલી આજકાલ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ વાસ્તુ અનુસાર લાકડાના વેલણ-પાટલીને સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.