Football : ગુજરાતમાં ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોધપાત્ર પ્રગતિ થઈ રહી છે,જુઓ ફોટો

ફૂટબોલે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો ખુબ મોટો ફાળો છે.

| Updated on: Jan 02, 2025 | 4:55 PM
ગુજરાતમાં ફૂટબોલની વૃદ્ધિ માટે મુખ્ય કારણો પૈકી એક એ છે કે રાજ્યમાં ગ્રાસરૂટ પર ભાર મુકવામાં આવ્યો છે. GSFA એ યુવા સ્તરે ફૂટબોલ પ્રમોટ કરવાની મહત્વની ભૂમિકા અદા કરી છે, ખાસ કરીને બ્લૂ કબ્સ પ્રોગ્રામ મારફતે. હાલમાં પૂર્ણ થયેલી બ્લૂ કબ્સ ક્લબ ચેમ્પિયનશિપ અમદાવાદના સેન્ટ લોયાલા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં 23 ટીમોએ ભાગ લીધો,

1 / 7
વર્ષ 2023-24માં GSFA દ્વારા યોજાયેલી રાજ્ય બ્લૂ કબ્સ લીગ માં 23 જિલ્લા એસોસિએશનોમાંથી 388 ટીમોએ ભાગ લીધો હતો, આ લીગ 8 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષથી નીચેનાં વય જૂથો માટે હતી. 33 જુદાં જુદાં સ્થળોએ તેની મેચો રમાઈ અને 4,200 થી વધુ બાળ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો. 313 કોચ અને 178 સંચાલક પ્રતિનિધિઓનું માર્ગદર્શનમાં આ લીગ રમાઈ હતી.

2 / 7
ગુજરાતમાં ફૂટબોલના વ્યાવસાયિકરણ માટે GSFA એ ગુજરાત સુપર લીગ (GSL)નો પ્રારંભ કર્યો, જે 2024ના મેમાં શરૂ થઈ હતી. આ લીગમાં ગુજરાતના યુવા ઉદ્યોગપતિઓની માલિકીની 6 ટીમો હતી, આ વ્યાવસાયિક ફૂટબોલ લીગની સ્થાપના ગુજરાતમાં વ્યાવસાયિક ફૂટબોલને વેગ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે.

3 / 7
 GSFA આ લીગને આગામી વર્ષોમાં વધુ વિસ્તૃત, વ્યાપક અને મજબૂત કરવાની યોજના ધરાવે છે. GSFA પુરુષો અને મહિલાઓ માટે વિવિધ ઉંમર શ્રેણીમાં ક્લબ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે, આવા કાર્યક્રમો દ્વારા પણ ક્લબ ફૂટબોલ કલ્ચરના વિકાસનો ઉદ્દેશ્ય છે. રાજ્યની ફૂટબોલ ક્લબો અને અકાદમીઓ તરફથી બહુ સારો પ્રતિસાદ મળતો રહે છે.

4 / 7
 ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઇકોસિસ્ટમ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાઓ સાથે ભાગીદારી મજબૂત કરીને વૈશ્વિક નિષ્ણાતોને ગુજરાતમાં બોલાવીને પણ રાજ્યના ફૂટબોલને નવી ઊંચાઇઓ પર લઈ જઈ શકાય છે.અનેક પડકારો હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.

5 / 7
હાલમાં, AIFFની કેન્દ્રિય નોંધણી પ્રણાલી (CRS) હેઠળ GSFA 10,000 થી વધુ નોંધણી કરેલા ખેલાડીઓ ધરાવે છે, જેમાંથી 5,195 ખેલાડીઓ વધુ સક્રિય છે. 2023-24ની સીઝનમાં 4,290 થી વધુ ખેલાડીઓ 553 થી વધુ મેચો રમ્યા અને 3,255 થી વધુ ગોલ કર્યા. આ આંકડાઓ ગુજરાતમાં ફૂટબોલમાં વધતી રુચિ અને આકર્ષણ દર્શાવે છે.

6 / 7
અન્ય ક્ષેત્રોમાં જેમ ગુજરાત અગ્રેસર છે તેમ તેની પાસે ભારતમાં ફૂટબોલ હબ બનવાની સંભાવના પણ છે, રાજ્ય જેમ જેમ આ રમતનો વિકાસ થતો જશે તેમ તેમ તે નવી પેઢીના ખેલાડીઓ, ચાહકો અને સમર્થકો માટે એક તેજસ્વી ભવિષ્ય છે. તમને જણાવી દઈએ કે,પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ છે.

7 / 7
Follow Us:
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા

દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી

આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">