આ કંપનીને મળ્યો સોલાર પ્રોજેક્ટનો મોટો કોન્ટ્રાક્ટ, 2 મહિના પહેલા આવ્યો હતો IPO
એનર્જી સેક્ટરની આ કંપનીને ભારતમાં મહત્વના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે 150 MW ક્ષમતાના સોલાર મોડ્યુલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેના શેરની વાત કરીએ તો, તેનો ભાવ હાલમાં રૂપિયા 2833 છે. બે મહિના પહેલા ઓક્ટોબર 2024માં આ કંપનીનો IPO લોન્ચ કરવામાં આવ્યો હતો.

એનર્જી સેક્ટરની કંપની Waaree Energies ને ભારતમાં મહત્વના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે 150 MW ક્ષમતાના સોલાર મોડ્યુલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Waaree Energies Limitedના શેરની વાત કરીએ તો, તેનો ભાવ રૂપિયા 2833 છે. શેર એક દિવસ અગાઉની સરખામણીમાં 1 ટકા ઘટીને બંધ થયો હતો.

આ શેરનો ઓલ ટાઈમ લો 2,294.55 રૂપિયા છે. 6 નવેમ્બર, 2024ના રોજ શેરનો ભાવ રૂ. 3,740.75 પહોંચ્યો હતો. જે આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ છે.

Waaree Energies Limitedનો IPO બે મહિના પહેલા ઓક્ટોબર 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ IPOનું લિસ્ટિંગ રૂ. 1,503ની ઇશ્યૂ કિંમતની સામે રૂ. 2250 પર થયું હતું.

જે ઇશ્યૂ કિંમત કરતાં 69.66 ટકાનો વધારા સાથે ખુલ્યો હતો. આ પછી શેર 72.98 ટકા વધીને રૂ. 2,600 થયો હતો. અંતે કંપનીનો શેર 55.47 ટકાના વધારા સાથે રૂ. 2,336.80 પર બંધ થયો હતો.

Waaree Energies એ જિંદાલ રિન્યુએબલ્સના ખાસ એકમ સનબ્રીઝ રિન્યુએબલ્સ નાઈન પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 2 GW સોલાર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મેળવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ રાજસ્થાનના બિકાનેરમાં લાગુ કરવામાં આવશે.

































































