શું ખેડૂતોએ પણ આપવો પડશે ઈન્કમ ટેક્સ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સંસદમાં અન્ય એક પ્રશ્નના જવાબમાં, સરકારે પંજાબના ખેડૂતો દ્વારા બેંકો અને શાહુકારો પાસેથી લીધેલી લોન માફ કરવાના કોઈપણ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.

ભારતમાં ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. એક પ્રશ્નના જવાબમાં નાણા મંત્રાલયે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે તેમની પાસે ભારતમાં કૃષિ આવક પર ટેક્સ લગાવવાની કોઈ દરખાસ્ત નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે કોઈ સમિતિની રચના કરવામાં આવી નથી.

Symbolic Image

લેખમાં, દેબરોયે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી ઘણી સમિતિઓની યાદી આપી હતી જેણે કૃષિ આવક પર ટેક્સની ભલામણ કરી હતી. તેમાં કરવેરા તપાસ પંચનો અહેવાલ (1953-54), કૃષિ સંપત્તિ અને આવકના કરવેરા પર રાજ સમિતિ (1972), ચોથી પંચવર્ષીય યોજના (1969-74), પાંચમા નાણાં પંચનો અહેવાલ (1969), કર સુધારણા સમિતિ (1991) પ્રત્યક્ષ કર પર કેલકર ટાસ્ક ફોર્સ (2002), બ્લેક મની પર વ્હાઇટ પેપર (2012) અને ટેક્સ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિશન (2014) સમાવેશ થાય છે.

મની કંટ્રોલ અનુસાર, આ દરમિયાન, સંસદમાં અન્ય એક પ્રશ્નના જવાબમાં, સરકારે પંજાબના ખેડૂતો દ્વારા બેંકો અને શાહુકારો પાસેથી લીધેલી લોન માફ કરવાના કોઈપણ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.

એક પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2022માં કેટલાક રાજ્યોમાં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. અહેવાલ મુજબ. કર્ણાટકમાં કપાસ અને મહારાષ્ટ્રમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઈ છે.