રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.