રામલલ્લાના દર્શને જતા ભક્તો સાવધાન ! ભારે ભીડ વચ્ચે નહીં થઈ શકે દર્શન, પોલીસે જાહેર કરી એડવાઈઝરી
મંગળવારે સવારે 8 વાગ્યાથી વિધિપૂર્વક પૂજા કર્યા બાદ સામાન્ય ભક્તો માટે મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કારણ કે લાખો ભક્તો અયોધ્યામાં પહેલેથી જ હાજર હતા અને પોતાની આંખોથી રામલલ્લાના દર્શન કરવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં બેરીકેટ્સ ખુલતાની સાથે જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આડેધડ દોડતા જોવા મળ્યા હતા.

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લા સરકારના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે એટલે કે આજથી સામાન્ય જનતા માટે રામ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે અહીં અફડાતફડી જેવી માહોલ સર્જાઈ ગયો છે. આવી સ્થિતિમાં બારાબંકી પોલીસે અયોધ્યા તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓને રોકાઈ જવા વિનંતી કરી હતી. મંદિરમાં ભક્તોની ભીડને ટાંકીને પોલીસે તેમને થોડીવાર રાહ જોવા અને ચાલ્યા જવા કહ્યું છે. આ ભીડને જોતા પોલીસે ઘણી જગ્યાએ રૂટ ડાયવર્ઝન પણ કર્યું છે.તમને જણાવી દઈએ કે સોમવારે જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

આ પછી મંગળવારે સવારે 8 વાગ્યાથી વિધિપૂર્વક પૂજા કર્યા બાદ સામાન્ય ભક્તો માટે મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કારણ કે લાખો ભક્તો અયોધ્યામાં પહેલેથી જ હાજર હતા અને પોતાની આંખોથી રામલલ્લાના દર્શન કરવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં બેરીકેટ્સ ખુલતાની સાથે જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આડેધડ દોડતા જોવા મળ્યા હતા. જો કે, હવે મંદિર પરિસરમાં મર્યાદિત અને નિયંત્રિત સંખ્યામાં લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

આવી સ્થિતિમાં મંગળવારે સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા હતા. જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જવા લાગી હતી. અનેક જગ્યાએ ડિવાઈડર પણ તૂટી ગયા હતા. આ પછી લખનઉના ADG સુજીત પાંડે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

આવી સ્થિતિમાં મંગળવારે સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા હતા. જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જવા લાગી હતી. અનેક જગ્યાએ ડિવાઈડર પણ તૂટી ગયા હતા. આ પછી લખનઉના ADG સુજીત પાંડે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

પોલીસના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ કાબુમાં છે. હાલ ડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે વધારાના પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. હનુમાન ગઢી જવાના માર્ગ પર સાવચેતીના પગલા તરીકે પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

નોંધનીય છે કે રામ મંદિરની બહાર સવારે 3 વાગ્યાથી જ ભક્તોની ભીડ એકઠી થવા લાગી હતી. સવારે ચાર વાગ્યે રામ લાલાની શૃંગાર આરતી શરૂ થઈ ત્યારે 5 હજારથી વધુ ભક્તો મંદિરની બહાર પહોંચી ગયા હતા. આઠ વાગ્યે મંદિરના દરવાજા ખુલ્યા ત્યાં સુધીમાં એટલી ભીડ થઈ ગઈ હતી કે ભક્તોની ગણતરી કરવી મુશ્કેલ બની ગઈ હતી. સ્થિતિને જોતા અયોધ્યા પોલીસ ઉપરાંત નજીકના જિલ્લાઓની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.તે સાથે પોલીસે એડવાયઝરી પર બહાર પાડી છે(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

હાલમાં મંદિર પરિસરમાં અને તેની આસપાસ લોકોની ભીડ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં રિઝર્વ પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. આ સાથે મેડિકલ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

અયોધ્યાની તાજેતરની સ્થિતિને જોતા લખનૌમાં પણ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. રામ મંદિરના દર્શન માટે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને લખનૌ ઝોનના એડીજી પીયૂષ મોરડિયાએ ભક્તોને સંયમ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ત્યાં ઘણી ભીડ છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એક પછી એક રામલલાના દર્શન કરી શકશે અને તેમાં થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે ભક્તોની ભીડને જોતા ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

































































