રામ મંદિર

રામ મંદિર

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.

રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.

15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.

Read More

Ayodhya Train Waiting list : અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા જવાનો છે પ્લાન? જોઈ લો આવતા 4 મહિનાનું Surat થી Ayodhya નું વેઈટિંગ લિસ્ટ

Surat-Ayodhya Waiting list હમણાં જ ઉનાળાની રજાઓ પુરી કરીને બાળકો અને લોકો પોત-પોતાના કામ તરફ વળ્યા છે. તો બીજી બાજુ ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે, તો તહેવારોની સિઝન ચાલુ થશે. જેમાં જન્માષ્ટમીથી દરેક તહેવારોની શરુઆત થઈ જશે. લોકો મીની વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો તમારા માટે આજે અમે સુરતથી અયોધ્યા જવા માટે કેટલું વેઈટિંગ લિસ્ટ છે. તેની માહિતી આજે તમને આપશું.

રામ મંદિરમાં પાણી ટપક્યું કે નહીં ? મુખ્ય પૂજારીના દાવા પર બાંધકામ સમિતિએ જણાવ્યું સત્ય, જુઓ-Video

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે દાવો કર્યો હતો કે મંદિરની છત પરથી પાણી ટપકતું હતું. હવે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ અંગે સ્પષ્ટતા આપી છે. તેણે જણાવ્યું કે છતમાંથી પાણી કેમ અને કેવી રીતે ટપકતું હોય છે.

રામ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરનાર આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, પ્રાણ પ્રતિષ્ઠા સમયે 121 પૂજારીઓનું કર્યુ હતુ નેતૃત્વ

અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે. 86 વર્ષના લક્ષ્મીકાંત દીક્ષિત લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મીરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ શિક્ષક હતા.

Breaking News : અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શહેરમાં સુરક્ષા વધી

કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ધમકી બાદ અયોધ્યામાં શ્રી રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. SSP રાજકરણ નૈય્યર પોતે રામ મંદિર અને એરપોર્ટ પર પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને તેમના ગૌણ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા. તેમણે બંને જગ્યાઓ પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે.

Ayodhya Ram Mandir : VIP હોય કે VVIP, હવે રામ મંદિરમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ ફોન ! ટ્રસ્ટે લીધો નિર્ણય

સામાન્ય લોકોની જેમ હવે VIP અને VVIP પણ રામ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. રામ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસને શુક્રવારે બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. જેની પાછળનું કારણ સુરક્ષાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું.

IRCTCનું રામભક્તો માટે સ્પેશિયલ પેકેજ, અયોધ્યાથી રામેશ્વરમ સુધીનું 18 દિવસનું ટુર પેકેજ માત્ર આટલા રુપિયામાં

હજુ બાળકોને ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે જો તમે આખા પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત આ ટુર પેકેજ જોઈ લેજો.રામભક્તો માટે આ ટુર પેકેજ 18 દિવસ અને 17 રાતનું છે. જેમાં ભગવાન રામના જીવન સાથે જોડાયેલા અનેક સ્થળોની મુસાફરી કરાવવામાં આવશે.

અયોધ્યામાં પહોંચ્યા PM મોદી, રામલલાના કર્યા દર્શન કરી 140 કરોડ ભારતીયો માટે માગ્યા આશીર્વાદ 

PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીને આવકારવા માટે સાધુ-સંતો પણ રોડ કિનારે ઉભા રહીને ઉત્સાહિત દેખાતા હતા. PM મોદીને આવકારવા બાળકો, વડીલો અને મહિલાઓ પણ હાજર રહ્યા હતા.

UPની ઈકોનોમી પર ‘રામલલ્લા’ના આશીર્વાદ! મંદિર અને આ કારણોથી ભરાઈ સરકારી તિજોરી

UP Economy : અયોધ્યા અને રામ મંદિરના કારણે યુપીની અર્થવ્યવસ્થાને સતત વેગ મળી રહ્યો છે. તાજેતરમાં એપ્રિલ 2024માં સરકારી તિજોરીમાં 12,290 કરોડ રૂપિયા આવ્યા હતા. 12,290 કરોડના કલેક્શન સાથે યુપી રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત પછી GST કલેક્શનમાં ચોથું સૌથી મોટું રાજ્ય બન્યું છે. તેની પાછળ રામ મંદિર અને પર્યટનનો સૌથી મોટો ફાળો છે.

કોંગ્રેસે વિચાર્યું કે રામ મંદિર ગયા તો વોટ બેંકને ખતરો થશે, એટલા માટે નથી આવ્યા – PM મોદી

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન TV9 નેટવર્કને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે કોઈ વ્યક્તિને જાહેર જીવનમાં એટલી બધી દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે કે તે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ બની જશે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે વધુમાં કહ્યું કે હવે તેમના માટે વિપક્ષના શબ્દકોશમાં તમામ ગાળો ખતમ થઈ ગઈ છે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">