Year Ender : 2024માં રોહિત-વિરાટ સહિત આ 6 ક્રિકેટર્સ બન્યા પિતા, ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાનના સ્ટાર્સને પણ મળી ખુશી

વર્ષ 2024 ઘણા ક્રિકેટરોના અંગત જીવનમાં ખુશીની ખાસ ક્ષણો આપી જઈ રહ્યું છે. ભારત, પાકિસ્તાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીના ફેમસ ક્રિકેટર્સ આ વર્ષે પિતા બન્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે તો બધા જાણે છે, પરંતુ આ યાદીમાં કેટલાક અન્ય મોટા ખેલાડીઓ પણ સામેલ છે.

| Updated on: Dec 14, 2024 | 8:21 PM
વર્ષ 2024 ઘણા ક્રિકેટરો માટે તેમના અંગત જીવનના કારણે યાદગાર સાબિત થયું. ઘણા ક્રિકેટરોએ વર્ષ 2024માં તેમના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કર્યું. ભારતીય ક્રિકેટના બે મોટા દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ છે. આ બંને દિગ્ગજ 2024માં બીજી વખત પિતા બન્યા છે. વિરાટ અને રોહિતને મળેલી ખુશીની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી, પરંતુ આ સિવાય આ વર્ષે ઘણા ક્રિકેટરો પિતા બન્યા છે.

1 / 7
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર વિરાટ કોહલી વર્ષ 2021માં પહેલીવાર દીકરી વામિકાના પિતા બન્યો છે. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા હતા. બંનેએ આ વર્ષે પુત્ર અકાય કોહલીનું સ્વાગત કર્યું હતું.

2 / 7
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ડિસેમ્બર 2018માં પહેલીવાર પુત્રી અદારાનો પિતા બન્યો હતો. રોહિતના પુત્ર અહાનનો જન્મ 2024માં થયો હતો. રોહિતની પત્ની રિતિકા સજદેહે નવેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો.

3 / 7
ઓસ્ટ્રેલિયા માટે તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર બેટ્સમેન ટ્રેવિસ હેડ પણ આ વર્ષે બીજી વખત પિતા બન્યો છે. હેડની પત્ની 30 વર્ષીય જેસિકા ડેવિસે નવેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો.

4 / 7
આ યાદીમાં પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પણ સામેલ છે. શાહિને પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા હતા. અંશા અને શાહીન આ વર્ષે 24 ઓગસ્ટે પુત્ર અલિયાર આફ્રિદીના માતા-પિતા બન્યા હતા.

5 / 7
ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ મેચ રમી ચુકેલા સરફરાઝ ખાનને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ હોમ સિરીઝ રમી રહ્યો હતો ત્યારે સારા સમાચાર મળ્યા હતા. સરફરાઝ ખાન 24 ઓક્ટોબર 2024ના રોજ પિતા બન્યો હતો. સરફરાઝે 6 ઓગસ્ટ 2023ના રોજ રોમાના ઝહૂર સાથે લગ્ન કર્યા હતા.

6 / 7
મુસ્તાફિઝુર રહેમાન બાંગ્લાદેશનો સફળ ફાસ્ટ બોલર છે. બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂકેલા રહેમાને ઘણી ટીમો માટે રમતા IPLમાં પણ પોતાની ઓળખ બનાવી છે. મુસ્તફિઝુર 4 ડિસેમ્બર 2024ના રોજ પિતા બન્યો હતો. તેની પત્ની સામિયા પરવીને એક પુત્રને જન્મ આપ્યો હતો. મુસ્તફિઝુર રહેમાન અને સામિયાના લગ્ન 22 માર્ચ 2019ના રોજ થયા હતા. (All Photo Credit : INSTAGARAM / X / PTI)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">