વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વાતમાં રોનાલ્ડો-મેસીને પણ છોડ્યા પાછળ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન વિશ્વભરમાં સૌથી વધુ જોવામાં આવતું વિકિપીડિયા પેજ હતું. 50 લાખથી વધુ લોકોએ વિરાટ કોહલીના વિકિપીડિયાની મુલાકાત આ સમય દરમ્યાન લીધી હતી. મહત્વની વાત એ છે કે આ વચ્ચે વિકિપીડિયા વિઝિટમાં રોનાલ્ડો-મેસીને પણ આ બંન્ને ભારતીય ખેલાડીઓએ આંકડામાં પાછળ છોડયા છે.

હાલમાં મોસ્ટ વિઝિટેડ વિકિપીડિયા પેજની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ ટુર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી.

Virat Kohli and Rohi Sharma (File)

શું તમે જાણો છો કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં 5 મિલિયનથી વધુ લોકોએ વિરાટ કોહલીના વિકિપીડિયા પેજની મુલાકાત લીધી હતી. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માના પેજને 4.7 મિલિયનથી વધુ લોકોએ વિઝિટ કર્યું હતું.

આ સિવાય પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વિકિપીડિયા પેજના 4.4 મિલિયન યુઝર્સ હતા. આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી માટે આ આંકડો 4.3 મિલિયન હતો. આ રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિકિપીડિયા પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી કરતાં વધુ લોકપ્રિય રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે ફાઈનલ પહેલા સતત 10 મેચમાં સામેની ટીમને હરાવી હતી. પરંતુ ભારતીય ટીમને ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ 2 પર રહ્યા. તે જ સમયે,ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બોલિંગમાં પોતાની પ્રતિભા બતાવી. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.
