Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપ 2023

વર્લ્ડ કપ 2023

ભારતમાં 2023ના ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે. 12 વર્ષ પછી ભારતમાં વિશ્વભરની ક્રિકેટ ટીમ ક્રિકેટના આ મહાકુંભ સમાન વિશ્વ કપ રમવા માટે એકઠી થઈ છે. ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975માં થઈ હતી. એ સમયે એક ટીમ 60 ઓવર રમતી હતી. એટલે કે એક મેચમાં કુલ 120 ઓવર નાખવામાં આવતી હતી. હવે દરેક ટીમ 50 ઓવર રમે છે.

ઈગ્લેન્ડમાં 1983માં યોજાયેલા પ્રુડેન્શીયલ વિશ્વ કપની ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. કપિલ દેવની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ જીત પછી સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો. 29 વર્ષ બાદ ભારત મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ફરીથી ક્રિકેટ વિશ્વ કપ જીત્યું હતું. 2023ના ઓક્ટોબરમાં ક્રિકેટ વિશ્વ કપની સૌ પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ગત વિશ્વ કપની વિજેતા ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં જ યોજાશે.

2023ના ક્રિકેટ વિશ્વ કપની સૌથી મહત્વની વાત એ છે કે, બે વાર ક્રિકેટ વિશ્વ કપ વિજેતા બનેલ વેસ્ટ ઈન્ડિઝ, 2023ના વિશ્વ કપ માટે ક્વોલિફાય થઈ શક્યુ ના હોવાથી, તે ટુર્નામેન્ટ નથી રમી રહ્યું. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ જગતમાં આણ પ્રવર્તી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ મેચનું આયોજન કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેન વિલિયમસન જેવા દિગ્ગજો માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. આ વર્લ્ડ કપની ખાસ વાત એ છે કે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ તેમાં નથી રમી રહી. એક સમયે તેની ઘાતક બોલિંગ માટે જાણીતું વેસ્ટ ઈન્ડિઝ આ વખતે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી.

Read More

વર્લ્ડ કપ 2023ના આયોજનથી ભારતને 11,637 કરોડ રૂપિયાનો ફાયદો થયો, ICCના રિપોર્ટમાં મોટો ખુલાસો

ODI વર્લ્ડ કપ ગયા વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં રમાયો હતો, જેનું આયોજન 10 શહેરોમાં કરવામાં આવ્યું હતું. શાનદાર પ્રદર્શન છતાં ભારતીય ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ભારત ભલે ટ્રોફી ન જીતી શક્યું, પરંતુ તે દેશના અર્થતંત્ર માટે દરેક રીતે સફળ સાબિત થયું હતું.

ભારત-બાંગ્લાદેશ મેચમાં એવું તો શું થયું કે ફેન્સને ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલની હારનો દિવસ યાદ આવી ગયો

એન્ટિગુઆમાં બાંગ્લાદેશ સામેની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી અને રોહિત શર્મા-વિરાટ કોહલીએ મળીને ઝડપી શરૂઆત આપી. આ ઝડપી શરૂઆત પછી, અચાનક કેપ્ટન રોહિત શર્મા આઉટ થઈ ગયો અને આનાથી ભારતીય ચાહકોના મનમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલની દર્દનાક યાદો તાજી થઈ ગઈ.

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 પહોંચનારી ટીમો નક્કી થઈ ચુકી છે. જ્યારે 20 માંથી 12 ટીમો બહાર થઈ ગઈ હતી. આ 12માંથી ચાર ટીમ એવી હતી જે એક પણ મેચ જીતી શકી ન હતી.

T20 World Cup 2024: 6, 5NB, 5WD, 0, 4LB, 4, 6, 6 એક જ ઓવરમાં 36 રન, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો

ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં માત્ર બીજી વખત એવું થયું છે કે, કોઈ ઓવરમાં 36 રન આવ્યા હોય. આ પહેલા ટી20 વર્લ્ડકપ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના એક ઓવરમાં 36 રન બનાવ્યા હતા.આવું બીજી વખત થયું છે.

IND vs USA: યુએસએની ટીમમાં 8 ભારતીય ખેલાડીઓ, આણંદ અને અમદાવાદના ખેલાડીઓ પણ સામેલ

બુધવાર 12 જૂનના રોજ નસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ 2024ની ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતના 8 ખેલાડીઓ યુએસએની ટીમમાંથી રમશે. એટલા માટે આજની મેચ ખુબ જ રોમાંચક જોવા મળશે.

વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન

ભારતીય ટીમ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ આ પહેલા અનુભવી ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2023 વર્લ્ડ કપ ફાઈનલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કોઈનું પણ નામ લીધા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">