અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે
અર્શદીપ સિંહનો જન્મ 5 ફેબ્રુઆરી 1999ના રોજ મધ્ય પ્રદેશના ગુનામાં એક શીખ પરિવારમાં થયો હતો.અર્શદીપ સિંહને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. ભારતીય ખેલાડી અર્શદીપ સિંહની બોલિંગ જોઈ ચાહકો ખુબ ઉત્સાહમાં આવી જાય છે. ખેલાડી સ્ટંપ પણ ઉખાડી ચૂક્યો છે

અર્શદીપ સિંહ પંજાબી છે, પરંતુ તે મધ્યપ્રદેશમાં રહે છે.તેમના પિતા DCMમાં મુખ્ય સુરક્ષા અધિકારી હતા, જ્યારે તેમની માતા ગૃહિણી છે. અર્શદીપના બે ભાઈ-બહેનો છે, એક મોટો ભાઈ કેનેડામાં કામ કરે છે અને એક મોટી બહેન ગુરલીન કૌર છે.

અર્શદીપ સિંહે ચંદીગઢની ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો અને સ્કૂલના દિવસોથી જ તે ક્રિકેટમાં રસ હતો.6 ફૂટ 3 ઇંચ ઊંચા અર્શદીપે 2018-19 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે લિસ્ટ એમાં ડેબ્યૂ કર્યું હતું. અગાઉ 2018 અંડર-19 વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવી હતી

અર્શદીપના શાનદાર પ્રદર્શનને કારણે IPL ટીમ પંજાબ કિંગ્સે તેને 2019ની સીઝન માટે ખરીદ્યો હતો. આ પછી અર્શદીપે 16 એપ્રિલ 2019ના રોજ IPLમાં ડેબ્યૂ કર્યું. આ જ સિઝનમાં અર્શદીપે પણ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. આમ અર્શદીપ સિંહનું ક્રિકેટ કરિયર શાનદાર ચાલવા લાગ્યું,

અર્શદીપ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે વર્ષ 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી IPLમાં પ્રવેશ કર્યો. તે નવા બોલથી કેટલીક ઓવરો ફેંકતો હતો અને ડેથ ઓવરમાં પણ શાનદાર રીતે બોલિંગ કરે છે

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ નો અને વાઈડ બોલમાં વધારાના રન આપવામાં માહેર છે.