IPL 2025 : પ્લેઓફમાં વિરાટ કોહલી ‘સુપરફ્લોપ’, જાણો કોણે પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવ્યા છે?
IPL 2025માં પ્લેઓફ 29 મે થી શરૂ થશે. પ્રથમ મેચ પંજાબ અને RCB વચ્ચે રમાશે. આ મેચ પહેલા, જાણો IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે?

IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં અનેક ખેલાડીઓએ શાનદાર બેટિંગ તેમની ટીમને ચેમ્પિયન બનાવી છે. પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓમાં મોટા નામો સામેલ છે.

IPLમાં પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. સુરેશ રૈનાએ પ્લેઓફમાં સૌથી વધુ 714 રન બનાવ્યા છે. સુરેશ રૈનાએ IPL પ્લેઓફમાં 24 મેચ રમી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 155.21 રહ્યો છે.

પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા ક્રમે એમએસ ધોની છે. ધોનીએ 23 પ્લેઓફ મેચોમાં 132ના સ્ટ્રાઈક રેટથી 523 રન બનાવ્યા છે.

શુભમન ગિલ પ્લેઓફમાં 474 રન સાથે સૌથી વધુ રન બનાવવા મામલે ત્રીજા સ્થાને છે. શુભમને ફક્ત 10 ઈનિંગ્સ રમી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 145થી વધુ રહ્યો છે.

પ્લેઓફમાં વિરાટ કોહલીનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. કોહલીએ 15 ઈનિંગ્સમાં 121.78ના સ્ટ્રાઈક રેટથી માત્ર 341 રન જ બનાવ્યા છે. તેની એવરેજ પણ 30 કરતા ઓછી છે.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઓફમાં 214 રન બનાવ્યા છે, તેની બેટિંગ એવરેજ 42.80 છે. અય્યરે પ્લેઓફમાં 9 મેચ રમી છે અને ચાર વખત અણનમ રહ્યો છે. (All Photo Credit : PTI)
IPL 2025 હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે બધાની નજર કોણ ચેમ્પિયન બનશે તેના પર છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
