World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં રમાશે? સામે આવ્યા 5 મોટા અપડેટ
India Vs Pakistan: World Cup 2023 નુ આયોજન ભારતમાં થનારુ છે આ માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ભારતમાં રમાનાર વનડે વિશ્વકપની મેચો ક્યાં અને ક્યારે રમાશે થી લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં રમાશે જેને લઈ રિપોર્ટ્સ સામે આવ્યા છે.

IPL 2023 બાદ ભારતમાં વનડે વિશ્વકપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હશે. જોકે આ માટેનુ પ્લાનીંગ અને તેની તૈયારીઓ પહેલાથી જ જારી છે, જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગ સમાપ્ત થયા બાદ તેમાં ઝડપ આવશે. વિશ્વકપનુ આયોજન ભારતરમાં થનારુ હોવાને લઈ BCCI એ તૈયારીઓ શરુ કરી છે.

ભારતમાં આયોજન થનારા વિશ્વકપને લઈ મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેશના 12 જેટલા શહેરોમાં મેચ રમાનારી છે. જેમાં દરેક શહેરને 4-4 મેચના આયોજનની તક મળશે. આ 12 શહેરોની યાદીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલોકાતા, અમદાવાદ, રાજકોટ, ગુવાહાટી, બેંગ્લુરુ, ઈંદોર, ધર્મશાળા, હૈદરાબાદ અને લખનૌનો સમાવેશ થાય છે.

સૌથી મોટો સવાલ એ છે કે, ભારત અને પાકિસ્તાનની ટક્કર કયા શહેરમાં જામશે. જોકે આ અંગે હજુ સુધી નિશ્ચિત સ્થળ પસંદગીનો નિર્ણય કરવામાં આવ્યો નથી. જોકે રિપોર્ટસ મુજબ દિલ્હી અથવા ચેન્નાઈ બંનેમાંથી એક શહેરમાં મેચનુ આયોજન થઈ શકે છે.

વન ડે વિશ્વકપમાં ફરી એકવાર રાઉન્ડ-રોબિન ફોર્મેટ હશે. એટલે કે 10 ટીમો એક બીજા સામે મેચ રમશે. જેમાંથી ટોપ 4 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમાનારી છે.

વિશ્વકપની ફાઈનલ મેચ વિશ્વના સૌથી મોટો સ્ટેડિયમમાં રમાશે. એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ ફાઈનલ મેચ રમાશે. આ ઉપરાંત સેમિફાઈનલની એક મેચનુ આયોજન વાનખેડેમાં થઈ શકે છે.