સૂર્યકુમાર યાદવ
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.
સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.