Champions Trophy : ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં બે મોટા ફેરફાર, રોહિત શર્માની પ્લેઈંગ-11 માં ‘ગુગલી’
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ સ્ટેજની છેલ્લીમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ટોસ બાદ બંને ટીમના કેપ્ટને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી. આ મેચમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોએ પ્લેઈંગ 11 માં એક-એક ફેરફાર કર્યો છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સેમીફાઈનલ પહેલા હર્ષિત રાણાને ફ્રેશ રાખવા માટે તેને બહાર રાખ્યો છે. ઉપરાંત ટીમે ન્યુઝીલેન્ડ સામે મોટા સ્પિન આક્રમણને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. એટલા માટે તેમણે હર્ષિતને બદલે તેના 'ટ્રમ્પ કાર્ડ' વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે.

વરુણ ચક્રવર્તી 'મિસ્ટ્રી સ્પિનર' તરીકે જાણીતો છે. તેથી દુબઈમાં ભારતીય કેપ્ટને કિવી ટીમને આશ્ચર્યચકિત કરવા માટે વરુણ ચક્રવર્તીને પ્લેઈંગ 11 માં તક આપી છે. વરુણ છેલ્લા કેટલાક સમયથી જોરદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લિશ ટીમના બેટ્સમેનોને તેના બોલને સમજવામાં ઘણી મુશ્કેલી પડી હતી.

ન્યુઝીલેન્ડનો મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિલ મિશેલ ઈજાના કારણે છેલ્લી મેચ રમી શક્યો ન હતો. પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે. એટલા માટે કિવી ટીમના કેપ્ટન સેન્ટનરે તેને ફરીથી ટીમમાં સામેલ કર્યો છે. તેના સ્થાને ડેવોન કોનવેને પડતો મૂકવામાં આવ્યો છે.

ભારતની પ્લેઈંગ 11 : શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11 : વિલ યંગ, ડેરિલ મિશેલ, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક. (All Photo Credit : PTI / X / BCCI)
ભારતીય ક્રિકેટ ટીમના વનડે અને ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ ખબરો જાણવા ક્લિક કરો






































































