IPL 2025 Schedule : આ બે ટીમોની ટક્કર સાથે થશે IPLની શરૂઆત, જાણો ક્યારે આવશે સંપૂર્ણ શેડ્યૂલ
IPL 2025ના શેડ્યૂલ અંગે એક મોટી અપડેટ આવી છે. રિપોર્ટ અનુસાર ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થઈ શકે છે, જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. બોર્ડ દ્વારા આગામી એક કે બે દિવસમાં સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવી શકે છે.

IPLની 18મી સિઝન શરૂ થવાની છે. BCCIએ શરૂઆતની મેચના સ્થળ વિશે પહેલાથી જ માહિતી આપી દીધી હતી. પરંતુ તારીખ અને ટીમો વિશે કંઈ કહેવામાં આવ્યું ન હતું. પરંતુ હવે આ વાતનો પણ ખુલાસો થયો છે. BCCIએ હજુ સુધી ટુર્નામેન્ટની મેચોની તારીખોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જોકે, BCCIએએ કેટલીક મહત્વપૂર્ણ મેચોની તારીખો વિશે ટીમોને બિનસત્તાવાર રીતે માહિતી આપી છે.

રિપોર્ટ અનુસાર, IPL 2025ની પહેલી મેચ 22 માર્ચ શનિવારના રોજ રમાશે, જે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે શરૂ થશે. લીગની પ્રથા મુજબ પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના ઘરઆંગણે એટલે કે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે KKR અને RCBની મેચ બાદ બીજા દિવસે ગયા સિઝનની ફાઈનલિસ્ટ સનરાઈઝર્સ હૈદરાબાદ 18મી સિઝનમાં તેની પહેલી મેચ રમશે. SRH રવિવાર, 23 માર્ચના રોજ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ મેચ SRHના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે બપોરે 3.30 વાગ્યે રમાશે. 23 માર્ચે બે મેચ રમાઈ શકે છે.

12 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાયેલી સ્પેશિયલ જનરલ મિટિંગમાં BCCIના ઉપપ્રમુખે સંકેત આપ્યો હતો કે IPL 23 માર્ચથી શરૂ થઈ શકે છે. પરંતુ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, હવે બોર્ડે તેમાં કેટલાક ફેરફારો કર્યા છે. જો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ આગામી 1 થી 2 દિવસમાં જાહેર થઈ શકે છે.

IPLની નવી સિઝનમાં ફાઈનલ સહિત કુલ 74 મેચ રમાશે. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ મેચ ઉપરાંત 25 મે ના રોજ IPL 2025ની ફાઈનલ પણ રમાશે. મળતી માહિતી મુજબ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે પ્લે-ઓફ મેચ રમાશે.

BCCIએ વેન્યુમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. આ વખતે IPL મેચો 10 ને બદલે 12 સ્થળોએ રમાશે. નવી સિઝનમાં 2 સ્થળો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ગુવાહાટી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે.

પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટમાં ધર્મશાળાને તેમના હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું છે, જ્યાં 3 મેચ રમાશે. જ્યારે રાજસ્થાન રોયલ્સે જયપુર સાથે ગુવાહાટીને પોતાનું બીજું સ્થાન બનાવ્યું છે, જ્યાં RR 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને 30 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. (All Photo Credit : PTI / X)
વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































