Dhoni Magic: શેરબજારમાં પણ ધોનીની ધૂમ, CSKના શેરધારકો થયા માલામાલ

કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ની ટ્રોફી જીતી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને રેકોર્ડ પાંચમી વખત જીત મેળવી હતી. ધોનીની ટીમનું શાનદાર પ્રદર્શન માત્ર IPL પૂરતું જ સીમિત રહ્યું નથી. આ જીતથી CSKના શેર્સમાં પણ ઉછાળો નોંધાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 9:47 PM
 ગઈકાલે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. જે બાદ CSKના શેર્સ પણ શેરબજારમાં ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. ચેન્નાઈની જીત બાદ શેરબજારમાં પણ CSKનો ડંકો વાગ્યો હતો અને ફેન્સની સાથે શેરધારકોને પણ ઘણો ફાયદો થયો હતો.

1 / 5
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અનલિસ્ટેડ માર્કેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સના શેર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અનલિસ્ટેડ માર્કેટમાં CSKના શેરની કિંમત 15 ગણી વધી છે. રિપોર્ટ અનુસાર, અનલિસ્ટેડ માર્કેટમાં ચેન્નાઈ સુપરકિંગ્સના પ્રી-IPO શેરની કિંમત હાલમાં રૂ. 160-165 પર ચાલી રહી રહી છે.

2 / 5
નવેમ્બર 2018માં પેરેન્ટ કંપની ઈન્ડિયા સિમેન્ટ્સમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સના શેર ડિમર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈન્ડિયા સિમેન્ટના શેરધારકોને દરેક શેર માટે CSKનો એક શેર મળ્યો. તે સમયે ચેન્નાઈ સુપરકિંગ્સના એક શેરની કિંમત 12 થી 15 રૂપિયા હતી જે હવે 160-165 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે પાંચ વર્ષમાં તેની કિંમત લગભગ 15 ગણી વધી છે.

3 / 5
ઈન્ડિયા સિમેન્ટે વર્ષ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીને રૂ. 371 કરોડમાં ખરીદી હતી. મહેન્દ્ર સિંહ ધોની શરૂઆતથી જ આ ટીમનો કેપ્ટન છે. તેને IPLની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી માનવામાં આવે છે. આ ટીમ અત્યાર સુધીમાં 14 સીઝન રમી છે, જેમાં 10 વખત ફાઇનલમાં પહોંચી છે અને 5 વખત જીતી છે.

4 / 5
અનલિસ્ટેડ માર્કેટના એક્સપર્ટ્સનું કહેવું છે કે ચેન્નાઈ સુપરકિંગ્સના શેરના ભાવમાં 50-60 ટકાનો વધારો થઈ શકે છે. આ રીતે, તેના શેરની કિંમત 240-250 રૂપિયાની રેન્જમાં પહોંચી શકે છે, જેના કારણે ફ્રેન્ચાઇઝનું બજાર મૂલ્ય લગભગ 7,500 કરોડ રૂપિયા થઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">