શ્રીલંકા સામેની વનડેમાં અફઘાનિસ્તાનની થઈ જીત, IND vs AFGની વનડે સિરિઝની તારીખ થઈ નક્કી !
India-Afghanistan ODI Series : અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આજથી વનડે સિરિઝની શરુઆત થઈ છે. આ સાથે જ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સિરિઝને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

શ્રીલંકામાં આજથી 3 મેચની વનડે સિરિઝની શરુઆત થઈ છે. શ્રીલંકાની ટીમે પહેલા બેટિંગ કરીને 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે 19 બોલ પહેલા જ આ ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટથી જીત મેળવી લીધી છે. અફઘાનિસ્તાનની ટીમ આ સિરિઝમાં 1-0થી આગળ છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. 7 જૂનથી 11 જૂન વચ્ચે લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રસાકસી ભરેલી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચી છે.

આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ બાદ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝની શરુઆત થઈ શકે છે. મળચી માહિતી અનુસાર, ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની આ વનડે સિરિઝ 23 જૂનથી 30 જૂન વચ્ચે રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ આવનારા સમયમાં અફઘાનિસ્તાન-ભારત વચ્ચેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમ અને વનડે સિરિઝના શેડયૂલની જાહેરાત કરી શકે છે. આ વનડે સિરિઝ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ જશે. અફઘાનિસ્તાન પાસે પોતાનું કોઈ સ્ટેડિયમ ના હોવાથી તે ભારતમાં જ વનડે સિરિઝ રમશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સામેની આ વનડે સિરિઝમાં હાર્દિક પંડયા કેપ્ટનની જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે.