IPLની 16 સિઝન…1000 મેચ, છતાં નથી બની શક્યા આ 5 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
IPL 2023: આઈપીએલની 16મી સિઝનમાં હાલમાં રોમાંચક મેચ જોવા મળી રહી છે. આઈપીએલમાં દરેક મેચમાં નવા રેકોર્ડ બનતા અને જૂના રેકોર્ડ તૂટતા જોવા મળે છે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનેલા આ 5 રેકોર્ડ આઈપીએલમાં હજુ સુધી બન્યા નથી.


એક ઓવરમાં 6 સિક્સર - આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં 6 બોલ પર 6 સિક્સર ફટકારવાની ધમાકેદાર ઘટના 4 વાર બની છે. દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સ અને અમેરિકાના જસકરન મલ્હોત્રા વનડેમાં, ભારતના યુનપાજ સિંહ અને વેસ્ટ ઈન્ડીઝના કેરોન પોલાર્ડે ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી છે.

ડબલ હૈટ્રિક - ક્રિકેટ જગતમાં સતત 4 બોલમાં 4 વિકેટ લેવાની ઘટનાને ડબલ હૈટ્રિક કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકાના બોલર મલિંગા, અફગાનિસ્તાનના બોલર રાશિદ ખાન, આયરલેન્ડના બોલર કુર્ટિસ કૈમ્ફર અને જેસન હોલ્ડર ડબલ હૈટ્રિક લઈ ચૂક્યા છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર - 2019માં અફગાનિસ્તાનની સામે આયરલેન્ડની ટીમે 278/3નો સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં હજરતુલ્લાહે 16 ચોગ્ગાની મદદથી 162 રન બનાવ્યા હતા. આઈપીએલમાં વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 263 રન બનાવ્યા હતા. આ સ્કોર ટી20 ઈતિહાસના સૌથી મોટા સ્કોરથી 15 રન પાછળ છે.

10થી ઓછા રન આપીને 6 વિકેટ - આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ભારતના દીપક ચહરે 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. આવી ઘટના આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 4 વાર બની છે. વર્ષ 2019માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરતા અલ્ઝારી જોસેફે 12 રન આપી 6 વિકેટ લીધી હતી.

સૌથી ઝડપી ફિફટી - વર્ષ 2007ના ટી20 વર્લ્ડકપમાં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડની ટીમ સામે 1 ઓવરમાં 6 સિક્સર ફટકારીને 12 બોલમાં ફિફટી ફટકારી હતી. ઓસ્ટ્રિયાના મિર્ઝા હસને 2019માં 13 બોલમાં ફિફટી ફટકારી હતી. આઈપીએલમાં સૌથી ઝડપી ફિફટી કે એલ રાહુલે 14 બોલમાં ફટકારી હતી.

































































