CM ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની લીધી મુલાકાત, અસરગ્રસ્તોને મળીને સરકારી વ્યવસ્થા અંગે મેળવી જાણકારી

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, અતિભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર, દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી. દેવભૂમિ દ્વારકાની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને આ વિસ્તારના લોકોને જ્યા રાખવામાં આવ્યા છે તે શેલ્ટર હાઉસની પણ મુલાકાત લઈને સ્થળાંતર પામેલા અસરગ્રસ્તોના ખબર અંતર પુછયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પાછલા પાંચ દિવસથી વરસેલા વરસાદમાં સૌથી વધુ 944 મિલીમીટર ( 37 ઈંચથી વધુ ) વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2024 | 8:27 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદના પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા આજે ખંભાળિયા પહોંચ્યા હતા.

1 / 6
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

2 / 6
મુખ્યમંત્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકિદ કરી હતી.

3 / 6
તદઅનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના મળીને 12 હજાર ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે

4 / 6
મુખ્યમંત્રીએ વરસાદ અટકે કે તુર્ત જ રાહતકામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.

5 / 6
તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">