Surat News : સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video
સુરતમાં લાંબાગાળાના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. પીપલોદ, સિટીલાઈટ, અઠવાગેટ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
સુરતમાં લાંબાગાળાના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. પીપલોદ, સિટીલાઈટ, અઠવાગેટ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ઉધનાના મુખ્ય માર્ગ પર વરસાદી ભરાયા છે. પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી.
રાજ્યના કેટલા વિસ્તારોમાં બફારો અનુભવાશે !
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી પડવાની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે તેવી શક્યતા છે.
Latest Videos