The Buckingham Murders Box Office : કરીના કપૂરને પહેલા જ દિવસે મોટો આંચકો લાગ્યો, માત્ર આટલી જ કમાણી કરી

Buckingham Murders : કરીના કપૂર તેની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ' માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતી. હવે આ મુવી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કરીનાની ફિલ્મને રિલીઝ પહેલા ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો, પરંતુ કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા જ દિવસે બધાને નિરાશ કર્યા છે.

The Buckingham Murders Box Office : કરીના કપૂરને પહેલા જ દિવસે મોટો આંચકો લાગ્યો, માત્ર આટલી જ કમાણી કરી
The Buckingham Murders Box Office first day collection
Follow Us:
| Updated on: Sep 14, 2024 | 2:26 PM

The Buckingham Murders Box Office Day 1 : કરીના કપૂર છેલ્લા કેટલાક વર્ષોમાં તેની પસંદગીની ફિલ્મો પર ખૂબ કામ કરતી જોવા મળી છે. એકટ્રેસ હવે અલગ-અલગ કોન્સેપ્ટ સાથે ફિલ્મોમાં કામ કરતી જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી કરીના કપૂર તેની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ને લઈને ચર્ચામાં છે. આ મુવી 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ એક મર્ડર મિસ્ટ્રી છે. હંસલ મહેતાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ રિલીઝના પહેલા દિવસના આંકડા જોયા બાદ હવે આ આશાઓ ઠગારી નીવડી છે.

રિલીઝના પહેલા દિવસે ‘ધ બકિંગહામ મર્ડર્સ’ જોનારા દર્શકો વાર્તાને ઠીક ગણાવી રહ્યા છે. પરંતુ સારા રિસ્પોન્સ છતાં કરીના કપૂરની ફિલ્મ ઓપનિંગ ડે પર વધારે કમાણી કરી શકી નથી. આ ફિલ્મમાં કરીનાને જાસૂસના રોલમાં બતાવવામાં આવી છે. અભિનેત્રી જસમીત ભામરા જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

રિલીઝ પહેલા કરીનાની આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. ‘ધ બકિંગહામ મર્ડર્સ’ સાથે અન્ય કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે આ પિક્ચર થિયેટરમાં પહેલા દિવસે સારી કમાણી કરશે. પરંતુ ફિલ્મની કમાણીએ સ્ટાર્સ અને મેકર્સ બંનેને નિરાશ કર્યા છે.

Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો

કરીનાની ફિલ્મની પહેલા દિવસની કમાણી

Sacanlik ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ‘ધ બકિંગહામ મર્ડર્સ’એ તેની રિલીઝના પહેલા દિવસે માત્ર 1.06 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડાઓમાં થોડો તફાવત હોઈ શકે છે. પરંતુ કમાણી જોતા એવું લાગતું નથી કે તે 2 કરોડ રૂપિયા સુધી પણ પહોંચશે. પ્રાપ્ત માહિતી અનુસાર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ હિન્દીમાં 70% અને અંગ્રેજીમાં 30% બનાવવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ઠંડી સાબિત થઈ છે.

ક્રૂની પ્રથમ દિવસની કમાણી

કરીના કપૂરની ‘ક્રુ’ આ વર્ષની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કરીનાની આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને ઓછા બજેટમાં પણ આ ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. ‘ક્રુ’માં કરીનાનું કામ પણ પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં તેના સિવાય તબ્બુ અને કૃતિ સેનન પણ લીડ રોલમાં હતા. કરીના કપૂરની ‘ક્રૂ’ એ પહેલા દિવસે 9.25 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. પરંતુ કરીનાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’ આ મામલે ઘણી પાછળ રહી ગઈ છે.

(Credit source : )

‘ધ બકિંગહામ મર્ડર્સ’ની સ્ટોરી

‘ધ બકિંગહામ મર્ડર્સ’ની સ્ટોરી વિશે વાત કરીએ તો તે એક મર્ડર મિસ્ટ્રી છે. મુવીમાં કરીના એક ડિટેક્ટીવ તરીકે પોઝ આપતી અને બાળકની શોધ કરતી જોવા મળે છે. ગુમ થયેલા બાળકની શોધ કરતી વખતે કરીનાને ઘણા મોટા પડકારોનો સામનો કરવો પડે છે. કરીનાએ પોતાની એક્ટિંગમાં કોઈ કસર છોડી નથી. આ ફિલ્મમાં તેના સિવાય રણવીર બ્રાર, રક્કુ નાહર અને કપિલ રેડકર જેવા સ્ટાર્સ પણ છે.

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
g clip-path="url(#clip0_868_265)">