ગણેશ ઉત્સવ
ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા. આ પછી આ ઉત્સવ પરંપરા બની ગઇ અને હવે સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો હોશે હોશે ઉજવણી કરે અને દશમાં દિવસે બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરીને વિદાય આપે છે.