Narmada : માંગણીઓ ન સંતોષાતા કેવડિયા ગામનો યુવાન મોબાઇલના ટાવર પર ચઢ્યો, જુઓ Video

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા એ યુવકે હદ જ વટાવી દીધી. યુવક માગણીઓ ન સંતોષાતા મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. યુવક મોબાઇલના ટાવર પર ચઢી જતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2024 | 12:28 PM

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા એ યુવકે હદ જ વટાવી દીધી. યુવક માગણીઓ ન સંતોષાતા મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. યુવક મોબાઇલના ટાવર પર ચઢી જતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

નર્મદાના કેવડિયા ગામનો યુવાન માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચઢ્યો હતો. બે દિવસ પહેલાં નર્મદાના કલેક્ટરને તેણે પોતાની માગણીઓને લઇને આવેદન પત્ર આપ્યુ હતુ. જે પછી જમીનનું વળતર ચૂકવવા માટે કલેક્ટરને બે દિવસની બાહેંધરી આપી હતી. બે દિવસ થવા છતાં જવાબ નહીં મળતા ગણપત શંકર તડવી નામના યુવકે આ પગલું ભર્યુ હતુ.

સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો હાલ ટાવર પર ચઢી તંત્રને દોડતું કરનાર શખ્સની જમીનના વળતર અંગે માથાકૂટ ચાલી રહી છે. યુવાનની જમીન કેવડિયાના રેલવે સ્ટેશનની સામે બનેલ પાર્કિંગમાં ગઈ છે. પરંતુ, હજુ સુધી યુવાનને તેનું વળતર ચુકવાયું નથી. તેણે આ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કલેક્ટરે 2 દિવસમાં સમસ્યાના નિકાલની વાત પણ કરી હતી. સમસ્યાનો નિકાલ નહીં આવતા ગણપત શંકર તડવી નામનો યુવાન ટાવર પર ચઢી ગયો છે. યુવાનને નીચે ઉતારવા નર્મદા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી.

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">