Stunt Viral Video : ચાલતી ટ્રેન પર ચલાવી સાયકલ, સ્ટંટ જોઈને થશે આશ્ચર્ય, લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ-Watch Video

Stunt Viral Video : ચાલતી ટ્રેન પર ચલાવી સાયકલ, સ્ટંટ જોઈને થશે આશ્ચર્ય, લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ-Watch Video

| Updated on: Sep 14, 2024 | 2:22 PM

દુનિયામાં ટેલેન્ટની કોઈ કમી નથી. લોકો કોઈ પણ જગ્યાએ પોતાનું ટેલેન્ટ બતાવવા લાગે છે. અહીંયા પણ એવો જ એક ટ્રેન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ ટ્રેન પર સ્ટંટ બતાવ્યા છે. જુઓ વીડિયો

Trending stunt Video : દુનિયામાં હીરોપંતી દર્શાવનારા લોકોની કોઈ કમી નથી. એવા ઘણા લોકો છે, જેઓ હીરોપંતીના ચક્કરમાં પોતાનું જ નુકસાન કરે છે. ખાસ કરીને જેમને સ્ટંટ ગમે છે. જેઓ વગર વિચાર્યે રસ્તા પર સ્ટંટ કરવા લાગે છે. જરૂરી નથી કે દરેક સ્ટંટ સફળ થાય, ઘણા સ્ટંટ નિષ્ફળ પણ જાય છે.

આવી સ્થિતિમાં સ્ટંટ કરનારાઓને પણ નુકસાન થાય છે. જો કે આ સ્ટંટ કરવા પ્રોફેશનલ્સનું કામ છે, પરંતુ કેટલાક લોકો પોતે હીરો બનવાની કોશિશ કરે છે અને પોતાને નુકસાન પહોંચાડે છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે.

સાયકલ વીડિયો ખરેખર જોવા જેવો છે

અહીં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ ચાલતી ટ્રેન પર પોતાની સાયકલ લઈને સ્ટંટ કરી રહ્યો છે. જેમાં તે હવામાં વારંવાર સાયકલને ઉછાળી રહ્યો છે. આ સાયકલ વીડિયો ખરેખર જોવા જેવો છે. પરંતુ અહીંયા એક વાત યાદ રાખવી કે આ સ્ટંટ પ્રોફેશનલી કરવામાં આવ્યો છે. આ સ્ટંટ ગાઈડન્સ મુજબ દેખરેખ મુજબ કરવામાં આવ્યો છે અને મનોરંજન માટે છે. ટ્રેન પણ રેડ બુલની છે.

(નોંધ : અહીંયા કરવામાં આવેલા સ્ટંટને લઈને TV 9 ગુજરાતી કોઈ પુષ્ટી કરતું નથી. આ સ્ટંટ ટ્રેનિંગ આપેલા લોકો જ કરે છે.)

g clip-path="url(#clip0_868_265)">