કીર્તિદાન ગઢવીના ડાયરામાં પૈસાથી લઈ ડોલર અને રોટલીનો પણ વરસાદ થઈ ચૂક્યો છે, આવો છે લોકસાહિત્યકારનો પરિવાર

નવરાત્રિ હોય કે પછી કોઈ ઉત્સવ તેમજ લગ્ન પ્રસંગોમાં પણ કીર્તિદાન ગઢવીના ગીત લોકો વધુ પસંદ કરે છે. ગુજરાતથી લઈ દેશ વિદેશમાં કીર્તિદાન ગઢવીના ગીતો ખુબ ફેમસ છે. તો આજે આપણે કીર્તિદાન ગઢવીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Sep 13, 2024 | 11:07 AM
કીર્તિદાન ગઢવીના ગીત પર નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલે છે.ખેલૈયાઓ કિર્તીદાન ગઢવીના ગરબા પર થનગની ઉઠે છે.તો આજે આપણી લોક ગાયક કીર્તિદાન ગઢવીના પરિવાર વિશે વાત કરીશું.

1 / 10
 ગુજરાતના લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરામાં લાખો ચાહકો જોવા મળતા હોય છે. નવરાત્રિમાં પણ ગીતની રમઝટ બોલાવનાર કીર્તિદાન ગઢવીના પરિવાર વિશે જાણો.

2 / 10
કીર્તિદાન ગઢવીનો જન્મ અને ઉછેર મધ્ય ગુજરાત ખેડા જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાને બી.આઈ. મહંત અને રાજેશ કેલકર હેઠળ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી સંગીતમાં બીપીએ અને એમપીએનો અભ્યાસ કર્યો છે.

3 / 10
તેમણે 2015માં ગુજરાતના જામનગરમાં એક ગાય સંરક્ષણ રેલી શરુ કરી હતી. જેણે રૂ 45 મિલિયન એકત્ર કર્યા હતા.તેણે એપ્રિલ 2015માં ટીવી શો MTV કોક સ્ટુડિયોમાં સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે "લાડકી" ગીત ગાયું હતું.આ ગીત ખુબ જ હિટ રહ્યું હતુ.

4 / 10
કીર્તિદાન ગઢવી આજે અમદાવાદ, સુરત, વડોદરા,રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો હોય છે. નવરાત્રિ દરમિયાન કીર્તિદાનનો કાર્યક્રમ વિદેશમાં હોય છે.

5 / 10
કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા, કીર્તિદાન ગઢવી અને સોનલ બેન 2 બાળકોના માતા પિતા છે. મોટા દિકરાનું નામ કૃષ્ણા અને નાના દિકરાનું નામ રાગ છે.વર્ષ 2018 માં તેમના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હતો. કીર્તિદાન ગઢવીએ તેમના બીજા પુત્રનું નામ "રાગ" રાખ્યું છે.

6 / 10
 ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે તેમણે કીર્તિદાને ‘લાડકી’ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. તેમનાં આ ટ્રસ્ટને કરોડો રૂપિયાનું  દાન મળ્યું હતુ. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ દ્વારા સહાય કરતા રહે છે.

7 / 10
 ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક બન્યા. "લાડકી", "નગર મેં જોગી આયા" અને "ગોરી રાધા ને કાળો કાન" તેમના લોકપ્રિય ગીતો પૈકીના છે. હાલમાં તેઓ કચ્છ જિલ્લા, કાઠિયાવાડમાં તેમના સંગીતના કાર્યક્રમો માટે રાજકોટમાં પણ રહે છે.

8 / 10
તેમને યુ.એસ.માં "વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુએસએના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા.  કીર્તિદાન ગઢવીને મોરારી બાપુ દ્વારા કવિ કાગ એવોર્ડ-2019 પણ મળી ચૂક્યો છે.

9 / 10
લોકસાહિત્યકાર કીર્તિદાન ગઢવી ભજન અને લોકસાહિત્યની વાતો વડે શ્રોતાઓને મોજ કરાવી હતી. એક વખત પાટણના રોટલિયા હનુમાન મંદિર ખાતે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ યોજાયો હતો. જે ખુબ ચર્ચામાં રહ્યો હતો તેનું કારણ એ હતું કે, આ કાર્યક્રમોમાં પૈસાનો વરસાદ નહિ પરંતુ રોટલીનો વરસાદ થયો હતો.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">