Ligerના ચાહકો જશ્નમાં ડુબ્યા, ઢોલ-નગારાં ફુલથી વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેનું સ્વાગત કરાયું, જુઓ ફોટો

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાઈગર (Liger Trailer Out) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, વિજય આ ફિલ્મમાં બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, આ એક્શનથી ભરપુર ફિલ્મનું ટ્રેલરના રિલીઝ થવાની લોકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 2:31 PM
વિજય દેવરકોંડા અને અનન્યા પાંડની ફિલ્મ લાઈગરનું ટ્રેલર આજે એટલે કે, ગુરુવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે, ફિલ્મ લાઈગરનું આ ટ્રેલર હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં લોન્ચ કરવામાં આવ્યું છે,ટ્રેલર લોન્ચ પહેલા સુદર્શન થિયેટરની બહાર તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. દરેક લોકો જશ્નના રંગમાં ડુબતા જોવા મળ્યા હતા

1 / 6
અનન્યા અને વિજયે ગાડીને બહાર નીકળીને તેના ચાહકોનું અભિવાદન કર્યું હતુ. અનન્યા અને વિજયને જોઈ તેના ચાહકોએ તેના પર ફુલનો વરસાદ કર્યો હતો. સુદર્શન થિએટર બહાર વિજય દેવરકોંડાના ચાહકોની ભીડ જામી હતી.

2 / 6
આ ઈવેન્ટ વેન્યુ પર અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા પહોંચ્યા તો તેની સાથે એક સેલ્ફી લેવા માટે લોકોની ભીડ લાગી ગઈ હતી. ત્યાં હાજર રહેલા ચાહકોએ વિજય દેવરકોંડાની ગાડીની ધેરી લીધી હતી.

3 / 6
થિએટર બહાર મોટા કટ આઉટ પણ જોવા મળ્યા હતા. આ કટ આઉટ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે અને આ ફિલ્મના પ્રોડ્યુસર ફિલ્મમેકર કરણ જોહર ના કટ આઉટ જોવા મળ્યા હતા

4 / 6
, વિજય દેવરાકોંડા પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સામે અનન્યા પાંડે જોવા મળશે. બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે, પરંતુ ફિલ્મનું ટીઝર, ગીતો અને ટ્રેલર જોઈને તમને એવું નહીં લાગે કે બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. તમને લાગશે કે આ બંનેએ પહેલા પણ ઘણી ફિલ્મો સાથે કરી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

5 / 6
એક બોડી બિલ્ડરે તેના શરીર ઉપર લાઈગરનું ટેટુ  બનાવી આવ્યો હતો.ફિલ્મનું ટ્રેલર બે શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. પ્રથમ હૈદરાબાદ અને બીજું મુંબઈમાં. હૈદરાબાદમાં સાઉથના સ્ટાર્સ હાજર રહેશે, તેથી મુંબઈના કાર્યક્રમમાં રણવીર સિંહ સિવાય અન્ય કલાકારો પણ હાજર રહે તેવી શક્યતા છે. મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મના નિર્માતા કરણ જોહર અને ફિલ્મના નિર્દેશક પુરી જગન્નાથ પણ હાજર રહેશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">