કેમ પરિણીતી ચોપરાના લગ્નમાં નહીં આવે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ? જાણો કારણ
Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) 24 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલનો પરિવાર હાલમાં પ્રી-વેડિંગ ફંક્શન માટે દિલ્હીમાં છે, જેમાં પ્રાર્થના અને કીર્તનનો સમાવેશ થયો હતો. ગઈકાલે પરિણીતી અને રાઘવના લગ્નના ફંક્શનની શરૂઆત અરદાસ સાથે થઈ હતી.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ મહિનાની 24 તારીખે ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નના કાર્ડ પહેલા સામે આવ્યું છે, આ લગ્નમાં લગભગ 200 મહેમાનો આવવાના સમાચાર છે. (Image: Social Media)

એવી અટકળો છે કે તેના જીજાજી એટલે કે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પરિણીતીના લગ્નમાં હાજરી આપશે નહીં. હાલમાં જોનસ બ્રધર્સ 'ધ ટૂર' નામની મ્યુઝિકલ ટૂર કરી રહ્યા છે, જેમાં તેઓ ધૂમ મચાવી રહ્યા છે. (Image: Social Media)

નિક અને તેના ભાઈએ ઘણા શો કર્યા છે અને આવનારા દિવસોમાં બીજા ઘણા શો થવાના છે. (Image: Social Media)

બેન્ડ 21 સપ્ટેમ્બરે ફિલાડેલ્ફિયા, 22ના રોજ બાલ્ટિમોરા અને 23ના રોજ વોશિંગ્ટન ડીસીમાં પરફોર્મ કરશે. (Image: Social Media)

24મી એ કોઈ કોન્સર્ટ નથી પરંતુ તે પરિણીતી ચોપરાના લગ્નમાં હાજરી આપશે નહીં એવી અટકળો છે. બેન્ડ બીજા દિવસે 25મીએ પિટ્સબર્ગમાં અને 26મીએ લેક્સિંગ્ટનમાં પરફોર્મ કરશે. (Image: Social Media)