Canada Wildfire: ન્યૂયોર્ક બાદ હવે ધુમાડાની ચાદરમાં લપેટાયું વોશિંગ્ટન, કેનેડાની ‘આગ’ની અસર!

કેનેડાના જંગલોમાં લાગેલી આગના કારણે સર્જાયેલું ધુમ્મસ હવે વોશિંગ્ટન સુધી પહોંચી ગયું છે. જેના કારણે સમગ્ર વોશિંગ્ટન શહેર ધુમાડા અને ધુમ્મસની ચાદરમાં લપટાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 5:45 PM
કેનેડાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે હજારો કેનેડિયનોને તેમના ઘર છોડવા પડ્યા છે. અત્યાર સુધીમાં 20 હજાર લોકો પોતાના ઘર છોડી ચુક્યા છે. 38 લાખ હેક્ટર જમીન પણ બળીને રાખ થઈ ગઈ છે. (AFP)

1 / 6
કેનેડાના જંગલોમાં લાગેલી આગ બાદ ન્યૂયોર્ક ધુમાડા અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ન્યુયોર્કમાં લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ હતો. હવે આ ધુમાડો અને ધુમ્મસ વોશિંગ્ટન ડીસી સુધી પહોંચી ગયું છે. (AFP)

2 / 6
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં જેફરસન મેમોરિયલ ધુમાડા અને ધુમ્મસમાં લપેટાયેલું જોઈ શકાય છે. ધુમાડો એટલો બધો છે કે સ્મારકનો ગુંબજ પણ ભાગ્યે જ દેખાય છે. (AFP)

3 / 6
વોશિંગ્ટન ડીસીમાં જંગલમાં લાગેલી આગના ધુમાડાની અસર એવી છે કે અહીંની ઘણી મોટી ઈમારતો દૂરથી દેખાતી નથી. લિંકન મેમોરિયલ તસવીરમાં અસ્પષ્ટ જોઈ શકાય છે. (AFP)

4 / 6
અમેરિકી રાજધાનીની આ તસવીરમાં એક મહિલા માસ્ક પહેરીને સાયકલ ચલાવતી જોઈ શકાય છે. તેની પાછળ યુએસ કેપિટોલ બિલ્ડીંગ છે, જે ધુમ્મસથી ઢંકાયેલી છે. (AFP)

5 / 6
આ તસવીરમાં વોશિંગ્ટન મોન્યુમેન્ટ ભાગ્યે જ દેખાઈ રહ્યું છે. અમેરિકાના પૂર્વ કિનારે આવેલા શહેરોમાં જંગલમાં લાગેલી આગમાંથી નીકળતા ધુમાડાને કારણે દિવસ-રાત જેવી સ્થિતિ બની ગઈ છે. (AFP)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">